પક્ષી સાથે ટક્કર થઈ અને 750 કરોડનું F-35 ફાઈટર જેટ બની ગયું ભંગાર, રિપેરિંગ ખર્ચ 900 કરોડ

F-35A સ્ટીલ્થ ફાઈટર જેટ માત્ર એક પક્ષીના ટકરાવાથી થઈ ગયુ ભંગાર

દક્ષિણ કોરિયા વાયુ સેનાને પક્ષીની ટક્કર પછી F-35Aને રિટાયર કરવામાં આવ્યું

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
પક્ષી સાથે ટક્કર થઈ અને 750 કરોડનું F-35 ફાઈટર જેટ બની ગયું ભંગાર, રિપેરિંગ ખર્ચ 900 કરોડ 1 - image
Image Wikipedia

તા. 2 ડિસેમ્બર 2023, શનિવાર

દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-35A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા છે. દક્ષિણ કોરિયાઈ વાયુ સેનાને એક પક્ષીના ટકરાવાના કારણે ઘણુ નુકસાન થયુ છે જે બાદ F-35A સ્ટીલ્થ વિમાનને સેવામાંથી રિટાયર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2022માં એક ટ્રેનિંગ દરમ્યાન પક્ષીની ચક્કર લાગ્યા બાદ દક્ષિણ કોરિયાઈ F-35 પાયલોટને 'બેલી લેન્ડિંગ' કરવા મજબુર થવુ પડ્યું હતુ. જેના કારણે F-35ની ફ્લાઈટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી.

F-35 વિમાનને એક 10 કિલોનું ગરુડે ટક્કર મારી હતી

એક રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કોરિયા વાયુસેનાએ ખુલાશો કર્યો હતો કે F-35 વિમાનને એક 10 કિલોના ગરુડે ટક્કર મારી હતી. આ દુર્ઘટના કારણે હાઈડ્રોલિક ડક્ટ અને વીજળી વિભાગમાં ભારે નુકસાન થયુ હતું. જેના કારણે લેન્ડિંગ ગિયર ચલાવવામાં ઘણી તકલીફ પડી રહી હતી. તેથી તાત્કાલિક રીતે વિમાનને બેલી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પરંતુ પાયલોટ સુરક્ષિત રહયો હતો. 

F-35 વિમાનને રિપેર કરાવવાનો ખર્ચ 900 કરોડ રુપિયા 

માહિતી પ્રમાણે આ ફાઈટર પ્લેનને રિપેર કરાવવા માટેનો ખર્ચ જાણી દક્ષિણ કોરિયાની એરફોર્સના હોશ ઉડી ગયા હતા. કંપનીએ તેના રિપેરિંગ માટેનો ખર્ચ 140 અરબ વોન (10.76 કરોડ એટલે કે 900 કરોડ રુપિયા) બતાવ્યો હતો. જ્યારે તેની ખરીદીની કિંમત 750 કરોડ રુપિયા કરતા પણ ઘણી વધારે હતી. તેથી તેને જોતા વાયુસેનાએ F-35ને રિટાયર કરી દેવામાં ભલાઈ સમજી હતી. 


Google NewsGoogle News