Get The App

બ્રિટનમાં મોટી દરિયાઈ દુર્ઘટના, ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ લાગી આગ, બચાવ કામગીરી શરૂ

Updated: Mar 10th, 2025


Google News
Google News
બ્રિટનમાં મોટી દરિયાઈ દુર્ઘટના, ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ લાગી આગ, બચાવ કામગીરી શરૂ 1 - image
AI Image

Britain News : બ્રિટનના પૂર્વ ઈંગ્લેન્ડમાં મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આજે સોમવારે બ્રિટનના દરિયાઈ વિસ્તારમાં ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ આગ લાગી હતી. ઈમરજન્સી રિસ્પોન્સની ટીમે જણાવ્યું  હતું કે, 'સમગ્ર ઘટનામાં લગભગ 32 જેટલાં લોકોને સુરક્ષિત કિનારા સુધી લાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. જો કે, હજુ જાણવા મળ્યું નથી કે બંને શિપ વચ્ચે અથડામણ કેવી રીતે થઈ.'

બ્રિટનના દરિયાઈમાં બે શિપ અથડાયા

ગ્રિમ્સબી ઇસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, 'વિન્ડકેટ-33 શિપ પર 13 ઈજાગ્રસ્ત લોકોને લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ બંદર પાઇલટ બોટ દ્વારા અન્ય 19 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેમિકલ અને ઓઈલ ઉત્પાદનોથી ભરેલા યુએસ-ધ્વજવાળા ઓઈલ ટેન્કરની ઓળખ એમવી સ્ટેના તરીકે થઈ છે. જ્યારે કાર્ગો શિપ પર પોર્ટુગીઝ ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા.'

આ પણ વાંચો: ટ્રમ્પે પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા દેશોનું વધાર્યું ટેન્શન, USAIDમાંથી એક પણ રૂપિયો ન આપવાનો કર્યો આદેશ

સ્ટેના બલ્કના સીઈઓએ જણાવ્યું હતું કે, 'શિપના ક્રૂ મેમ્બરના 20થી વધુ લોકો સુરક્ષિત છે. જ્યારે શિપ કેવી રીતે અથડાયા તેને લઈને કાંઈ કહી શકાશે નહીં.' મળતી માહિતી મુજબ, સમગ્ર ઘટનાને લઈને ઘટનાસ્થળે અનેક લાઈફબોટ્સ અને એક કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું. આ સાથે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ વાળા અનેક શિપ્સ અને એક કોસ્ટ ગાર્ડ વિમાન પણ પહોંચ્યું હતું. 

બંને શિપમાં આગ લાગી

ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ બંને શિપમાં આગ લાગી હતી. આ પછી ત્રણ લાઈવ બોટ્સના કોસ્ટ ગાર્ડને સાથે રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોર્ટુગીઝ ધ્વજવાળું કાર્ગો શિપ સોલોંગ સ્કોટલેન્ડના ગ્રેન્જમાઉથથી નેધરલેન્ડ્સના રોટરડેમ તરફ જઈ રહ્યું હતું.

Tags :
Britain

Google News
Google News