'ક્લબે એન્ટ્રી ન આપી, -20 ડિગ્રીમાં બેસી રહ્યો..' USમાં ભારતીય વિદ્યાર્થીના મોત અંગે ચોંકાવનારો ખુલાસો
અકુલ નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો, આ ઘટના જાન્યુઆરીમાં બની હતી
Image : Twitter |
તારીખ 21 જાન્યુઆરી 2024... સ્થળ અમેરિકાનો ઈલિનોઈસ વિસ્તાર... જ્યાં 20 જાન્યુઆરીની રાતથી પોલીસ એક યુવકને શોધી રહી હતી. યુવકનું નામ અકુલ ધવન હતુ. ભારતીય મૂળનો આ યુવક યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ અર્બાના-શેમ્પેઈનનો વિદ્યાર્થી હતો. મોડી રાતથી જ તે લાપતા હતો. તેનું લોકેશન યુનિવર્સિટીના આસપાસનું આવી રહ્યુ હતુ પરંતુ તે મળી રહ્યો નહોતો. પછી આગલા દિવસે ત્યાં યુનિવર્સિટી કેમ્પસની પાસેના વિસ્તારમાં તેનો મૃતદેહ મળ્યો. જેને જોઈને તમામના હોશ ઉડી ગયા.
રિપોર્ટ અનુસાર 18 વર્ષનો ભારતીય વિદ્યાર્થી અકુલ ધવન 20 જાન્યુઆરીએ રાત્રે 11.30 મિનિટે પોતાના મિત્રોની સાથે ડ્રિન્ક્સ માટે બહાર ગયો હતો. તેમણે આ માટે કેમ્પસના નજીકમાં આવેલા કેનોપી ક્લબમાં જવાનો નિર્ણય કર્યો પરંતુ સ્ટાફે અકુલને ક્લબમાં એન્ટ્રી આપી નહીં. તેણે ઘણી વખત ક્લબમાં જવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્ટાફે તેને અંદર જવાથી મનાઈ કરી દીધી જ્યારે તેના મિત્રો ક્લબમાં જતા રહ્યા.
અકુલ તેમની બહાર રાહ જોઈ રહ્યો હતો. જ્યારે તેના મિત્રો મોડા ક્લબમાંથી બહાર આવ્યા તો તેમણે અકુલને ફોન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીંતો તેમણે અકુલને શોધવાનો શરૂ કરી દીધો. ખૂબ મોડા સુધી પણ જ્યારે અકુલ ના મળ્યો તો તેના એક મિત્રે યુનિવર્સિટી પોલીસને આ વિશે જાણકારી આપી. યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને અકુલની તપાસ શરૂ કરી પરંતુ તે મળ્યો નહીં. પછી આગલા દિવસે યુનિવર્સિટીના એક કર્મચારીએ પોલીસ અને મેડીકલ સર્વિસને બિલ્ડિંગની પાછળ એક શખ્સનો મૃતદેહ મળવાની જાણકારી આપી.
પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો જોયુ કે મૃતદેહ કોઈ અન્યનો નહીં પરંતુ અકુલનો હતો. તેનો મૃતદેહ ક્લબથી લગભગ 400 ફૂટની અંતર (122 મીટર) પર મળ્યો હતો. અકુલનું મોત કેવી રીતે થયુ તેની પર ઘણા દિવસ સુધી શંકા બની રહી. હવે આ મામલે ખુલાસો થયો છે. ઈલિનોઈસમાં શેમ્પેઈન કાઉન્ટી કોરોનરના કાર્યાલયે આ મામલે કહ્યુ કે ભારતીય-અમેરિકી વિદ્યાર્થીનું મોત દારૂના નશામાં અને વધુ સમય સુધી જરૂર કરતા વધુ ઠંડા તાપમાનમાં રહ્યા બાદ હાઈપોથર્મિયાથી થયુ.
હાઈપોથર્મિયાથી થયુ અકુલનું મોત
18 વર્ષીય ભારતીય-અમેરિકી વિદ્યાર્થી અકુલ ધવનનું કથિત રીતે ઘણા કલાક સુધી લાપતા રહ્યા બાદ મોત થઈ ગયુ હતુ. અકુલની મોતની આ ઘટના જાન્યુઆરીમાં થઈ હતી. ઈલિનોઈસમાં શેમ્પેઈન કાઉન્ટી કોરોનરના કાર્યાલયે મામલે પર આ અઠવાડિયે કહ્યુ કે ભારતીય-અમેરિકી વિદ્યાર્થીનું મૃત્યુ દારૂના નશામાં થવા અને વધુ સમય સુધી જરૂરિયાતથી વધુ ઠંડી તાપમાનમાં રહ્યા બાદથી થઈ. જોકે, ઈલિનોઈસ અને મધ્યપશ્ચિમના મોટાભાગના ભાગમાં જાન્યુઆરીમાં ભીષણ ઠંડી હોય છે. ઠંડા પવનના કારણે ત્યાંનું તાપમાન -20થી -30 ડિગ્રી રહે છે. પાર્ટીમાં એન્ટ્રી ન મળ્યા બાદ અકુલ બહાર ઊભો રહ્યો. જેના કારણે તેનું હાઈપોથર્મિયાથી મોત થઈ ગયુ. શરૂઆતી તપાસમાં પોલીસને શંકા લાગી હતી પરંતુ પછી આ મામલે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી હતી. હવે સ્પષ્ટ થઈ ગયુ કે અકુલનું મોત હાઈપોથર્મિયાથી થયુ છે.
યુનિવર્સિટી પોલીસ સામે કેસ નોંધાયો
અકુલના માતા-પિતા ર્ઈશ અને રિતુ ધવને યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ બેદરકારીનો મામલો નોંધાવ્યો છે. તેમનુ કહેવુ છે કે અકુલને યોગ્ય સમયે શોધવા નીકળી જતા તો કદાચ તે બચી જાત. પોલીસે આ મામલે બેદરકારી દાખવી. અકુલનો મૃતદેહ લાપતા થવાની જાણકારી આપવાના 10 કલાક બાદ મળ્યો. પોલીસ જો તેને યોગ્યરીતે શોધતી તો તે તેમને મળી જાત કેમ કે અકુલનો મૃતદેહ ક્લબથી લગભગ 400 ફૂટની અંદર પોલીસ મળ્યો એટલે તેમણે યોગ્યરીતે અકુલને શોધ્યો નહોતો. અકુલના માતા-પિતાએ કહ્યુ કે અમે અનુભવ કરી શકીએ છીએ કે અમારુ બાળક તે સમયે ઠંડીના કારણે કેવી રીતે તડપ્યો હશે.
તેમણે કહ્યુ કે અકુલ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ 18 વર્ષનો થયો હતો. તે અમેરિકામાં ભણવા માંગતો હતો પરંતુ તેઓ નહોતા ઈચ્છતા કે તેમનો પુત્ર અત્યારે વિદેશ જાય પરંતુ માતા-પિતાના વિરોધ બાદ પણ રોબોટિક્સનો અભ્યાસ કરવા માટે ઈલિનોઈસના ઈલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાં આવ્યો. અકુલના માતા-પિતાએ કહ્યુ કે યુનિવર્સિટી પોલીસની બેદરકારીથી અમારા કુળનો દીપક ઓલવાઈ ગયો.
શું છે હાઈપોથર્મિયા?
હાઈપોથર્મિયા એક એવી કંડીશન હોય છે જેમાં લોકોના શરીરનું હીટ કન્ઝર્વેશન મિકેનિઝમ કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરનું તાપમાન ઝડપથી ઘટે છે. આવી પરિસ્થિતિમાં યોગ્ય સમય પર સારવાર ન મળવાથી વ્યક્તિનું મોત થઈ શકે છે. શરીરનું સામાન્ય તાપમાન લગભગ 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે. વધુ ઠંડા વિસ્તારોમાં ઠંડી અને બર્ફીલી હવાઓના કારણે તાપમાન 95 ડિગ્રી કે તેનાથી ઓછા સમયનું જોખમ રહે છે. હાઈપોથર્મિયાની સૌથી વધુ અસર હાર્ટ અને નર્વસ સિસ્ટમ પર થાય છે. તેનાથી કાર્ડિયક અરેસ્ટ અને મલ્ટી ઓર્ગન ફેલિયરનું જોખમ હોય છે.