CRPF ની સ્કૂલો બંધ કરો... ખાલિસ્તાની પન્નુની નવી ધમકી, ગૃહમંત્રી વિશે માહિતી આપનારને ઈનામનું એલાન
Image: Facebook
Gurpatwant Singh Pannuns Threat: ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંત સિંહ પન્નૂએ એક વખત ફરી ધમકી આપી છે. પન્નૂએ આ વખતે સીઆરપીએફ સ્કુલોને બંધ કરવાની વાત કરી છે. આ સિવાય તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિદેશ યાત્રા વિશે ગુપ્ત જાણકારી આપનાર વિશે ઈનામનું પણ એલાન કર્યું છે. અમિત શાહ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના સર્વેસર્વા છે. પન્નૂનું નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે દિલ્હીના રોહિણી સ્થિત સ્કુલમાં બ્લાસ્ટ માટે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સે જવાબદારી લીધી છે.
ખાલિસ્તાની આતંકી પન્નૂએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી સીઆરપીએફના ચીફ છે. તે હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે લોકોને હાયર કરવા અને ન્યૂયોર્કમાં તેની હત્યાનું કાવતરું રચવા માટે જવાબદાર છે. પન્નૂએ એલાન કર્યું છે કે જે વ્યક્તિ અમિત શાહના વિદેશ પ્રવાસ વિશે ગુપ્ત જાણકારી આપશે, તેને એક મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવશે. આ સિવાય પન્નૂએ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સથી સીઆરપીએફ સ્કુલોના બહિષ્કારની અપીલ કરી છે. તેનું કહેવું છે કે સીઆરપીએફ અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પર હુમલા માટે જવાબદાર છે. સીઆરપીએફ જ 1984માં શિખ હુલ્લડો માટે પણ જવાબદાર છે.
આ પણ વાંચો: ખાલિસ્તાનીઓ ભારતીય વિદ્યાર્થીઓને કરી રહ્યાં છે ટારગેટ, ભારત વિરુદ્ધ ઝેર ઘોળવાનો કરે છે પ્રયાસ
ખાલિસ્તાની આતંકી પન્નૂએ દાવો કર્યો છે કે પંજાબના ઉચ્ચ અધિકારી રહેલા કેપીએલ ગિલ અને રો ના પૂર્વ અધિકારી વિકાસ યાદવ ઘણા હુલ્લડો માટે જવાબદાર રહ્યાં છે. આમાં પંજાબ અને વિદેશોમાં શિખોને મારવાની ઘટનાઓ પણ સામેલ છે. કેપીએલ ગિલનું 2017માં મોત નીપજ્યુ હતુ. ખાલિસ્તાની પન્નૂ ઘણી વખત ભારતને લઈને ધમકી આપતો રહ્યો છે. ગત દિવસોમાં તેણે લોકોને કહ્યું હતું કે એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી ન કરો. આ સિવાય પહેલા પણ તે આ પ્રકારની ધમકીઓ આપી ચૂક્યો છે.
અમેરિકાએ ગયા વર્ષે પન્નૂની હત્યાના કથિત નિષ્ફળ કાવતરામાં ભારતના પૂર્વ સરકારી અધિકારી વિકાસ યાદવની સંડોવણીનો આરોપ લગાવ્યો છે. ભારતે આરોપોની તપાસ માટે એક ઉચ્ચ તકનીકી સમિતિની રચના કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હતી. તેના આરોપો બાદ ભારત અને કેનેડાની વચ્ચે સંબંધોમાં વધુ તણાવ આવી ગયો. જોકે, ભારતે આ આરોપોને સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે.