ક્લાઈમેટ ચેન્જ : 'ભારતને કાર્બન ઉત્સર્જનમાં ચીન-US જેવું કહેવું મંજૂર નહીં', EUના સભ્યનું મોટું નિવેદન
ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર, UNએ કહ્યું કે ભારતની ગણતરી વધુ કાર્બન ઉત્સર્જન કરનારા દેશોમાં થવી જોઈએ નહીં
UNએ કહ્યું કે ભારતને ચીન અને મેરિકા સાથે ન જોડવું જોઈએ
Climate Change: યુરોપિયન પાર્લામેન્ટના વરિષ્ઠ સભ્ય પીટર લિસેનું આ કહેવું છે કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ આખા વિશ્વ માટે એક ખુબ જ મોટો પડકાર છે. ભારત, અમેરિકા અને ચીન જેવા દેશો ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણને બચાવવાની લડાઈમાં અવારનવાર એક સાથે ઉભા જોવા મળે છે. જો કે, કાર્બન ઉત્સર્જનના સંદર્ભમાં, ભારતને ચીન અને અમેરિકા જેવા દેશોની શ્રેણીમાં મૂકી શકાય નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ઊંચા માથાદીઠ કાર્બન ઉત્સર્જન કરતા દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કરી શકાય નહીં.
ભારતમાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન ઓછું
દુબઈના COP28માં પોતાનો મત આપતા પીટરે જણાવ્યું હતું કે, ભારતમાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન ખુબ જ ઓછું છે. એવામાં ભારતને ચીન અને અમેરિકા જેવા દેશોની શ્રેણીમાં ન રાખવું જોઈએ. તેમણે કહ્યું કે જયારે જર્મનીમાં વ્યક્તિદીઠ બે કાર છે તો ભારતીય લોકો એક કાર રાખવા સક્ષમ હોવા જોઈએ. ભારતનું માથાદીઠ કાર્બન ઉત્સર્જન ઓછું હોવા છતાં પણ તેને અમેરિકા અને ચીન જેવા દેશો સાથે જોડવામાં આવે છે.
વિકસિત દેશોની આબોહવા ભારત કરતા અલગ
વિકસિત દેશોની આબોહવા અને પર્યાવરણ ભારતથી ખૂબ જ અલગ છે. તેમ છતાં યુરોપમાં ઘણા લોકો ચીન અને ભારતને એક જ લીગમાં રાખે છે. આવું કરવું કેટલીકવાર ગલ્ફ દેશો માટે પણ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ દેશોની સરખામણીએ ભારતમાં માથાદીઠ ઉત્સર્જન ખૂબ જ ઓછું છે.
ભારતના માથાદીઠ કાર્બન ઉત્સર્જનમાં પાંચ ટકાનો વધારો
એક અહેવાલ મુજબ, ગયા વર્ષે ભારતના માથાદીઠ કાર્બન ઉત્સર્જનમાં લગભગ પાંચ ટકાનો વધારો થયો છે. તેમ છતાં માથાદીઠ 2 ટન કાર્બન ઉત્સર્જન આ વૈશ્વિક સરેરાશ કરતાં અડધા કરતાં પણ ઓછું છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે માથાદીઠ કાર્બન ઉત્સર્જનના ચાર્ટમાં અમેરિકા ટોચ પર છે. અહીં દેશમાં દરેક વ્યક્તિ 14.9 ટન કાર્બન ઉત્સર્જન કરે છે. અમેરિકા પછી રશિયા (11.4), જાપાન (8.5), ચીન (8) અને યુરોપિયન યુનિયન (6.2) આવે છે. સરેરાશ વૈશ્વિક કાર્બન ઉત્સર્જન 4.7 ટન છે.