મેકિસકોના ઇતિહાસમાં પહેલી જ વાર પ્રમુખ પદે એક મહિલા ક્લોડીયા શીનબૌમ ચૂંટાઈ આવ્યા

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
મેકિસકોના ઇતિહાસમાં પહેલી જ વાર પ્રમુખ પદે એક મહિલા ક્લોડીયા શીનબૌમ ચૂંટાઈ આવ્યા 1 - image


- નિવૃત્ત થતા પ્રમુખ લોપેઝ ઑ બ્રેડોરના તેઓ શિષ્યા છે, તેઓએ મહિલા હરિફ ક્ષોચિત્બ ગેલ્વેઝને ભારે તફાવતથી હરાવ્યા

મેકિસકો સીટી : મેકિસકોની પ્રમુખ પદની ચૂંટણીમાં કલોડીયા શીનબૌમ રવિવારે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજયી થયા છે. તેઓના મુખ્ય પ્રતિસ્પર્ધી પણ એક મહિલા ક્ષોચિત્બ ગાલ્વેઝને ભારે બહુમતીથી પરાસ્ત કર્યા હતાં.

૬૧ વર્ષનાં આ કલાઈમેટ સાયન્ટિસ્ટ અને પૂર્વ સાંસદ શીન બૌમને મતગણતરી પૂરી થવા આવી ત્યારે ૫૮.૮ ટકાથી ૬૦.૭ ટકા જેટલા મત મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. જયારે તેઓના મુખ્ય પ્રતિસ્પર્ધી પણ એક મહિલા ક્ષોચિત્બ ગેલ્વેઝને માત્ર ૨૬.૬ થી ૨૮.૬ ટકા જ મત મળ્યા હતા.

કૉડિયા શીનબૌએ નિવૃત્ત થતા પ્રમુખ લૉયેઝ આબ્રોડરના શિષ્ય (રાજકિય શિષ્ય) માનવામાં આવે છે. તેમની પાર્ટી મોરેના પાર્ટીએ પણ મેકિસકોની સંસદમાં બહુમતી મેળવી છે. જયારે ગેલ્વેઝ નિવૃત્ત થતા પ્રમુખ લૉયેઝ ઓ બ્રેડોરનાં વિરોધી છે. સાથે તે પણ વાસ્તવિકતા છે કે પૂર્વ પ્રમુખ ઑબ્રેડોરને મેકિસકોમાં વધી રહેલા ડ્રગ પેડલર્સ, ગુંડા ટોળીઓના ભરબજારે પણ થઇ રહેલા ગોળીબારો અને રાજકીય હત્યાઓને હલ કરવામાં પૂર્વ પ્રમુખે પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે દબાઇ શકતા નથી. ક્લોડિયા શિનબૌમેે તેઓના રાજકિય ગુરુનું આ ભગીરથ કાર્ય પુરુ કરવું જ રહ્યું. તેઓની સામેનો આ સૌથી મોટો પડકાર છે. આ ઉપરાંત દેશની તદ્દન ખાડે ગયેલી આર્થિક સ્થિતિ સુધારવી તે પણ તેઓની સમક્ષનો બહુ મોટો પડકાર છે. અર્થતંત્ર બહુ મોટી ખાધ દર્શાવે છે. નિકાસ વધારવી જરૂરી છે. ભારે ખાધ હોવા છતાં શીનબૌમે વેલ્ફેર સ્કીમ્સ ચાલુ રાખવા વચન આપ્યું છે.


Google NewsGoogle News