ફર્સ્ટ સિટિઝન બેંકે નાણાકીય કટોકટીગ્રસ્ત સિલિકોન વેલી બેંક ખરીદશે
અધિગ્રહણના પ્રથમ દિવસે જ એસવીબીની ૧૭ બ્રાન્ચો ફર્સ્ટ સિટિઝન બેંકની શાખાઓ તરીકે ખૂલશે
એસવીબીના ગ્રાહકો એફસીબીના ગ્રાહકો બની જશે
ન્યૂયોર્ક,
તા. ૨૭
નોર્થ કોરોલિના સ્થિત ફર્સ્ટ સિટિઝન્સ કપની સિલિકોન વેલી
બેંંકને ખરીદશે. ફર્સ્ટ સિઝિન્સ આ મહિનાની શરૃઆતમાં પડી ભાંડેલી સિલિકોન વેલી
બેંકને ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સિલિકોન વેલી બેંકને આર્થિક કટોકટીથી બહાર લાવવા માટે ફર્સ્ટ
સિટિઝન બેંકે તેને ફેડરલ ડિપોઝીટ ઇન્સ્યોરન્સ
કોર્પોરેશન (એફડીઆઇસી) પાસેથી ખરીદી લીધી છે. એફડીઆઇસીએ નાણાકીય કટોકટીગ્રસ્ત સિલિકોન
વેલી બેંકનું વેચાણ ઉત્તર કેરોલિના સ્થિત ફર્સ્ટ સિટિઝન બેંક એન્ડ ટ્રસ્ટ કંપનીને કરવા
પર સંમતિ દર્શાવી છે.
એફડીઆઇસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વેચાણમાં
એસવીબીના તમામ ડિપોઝીટ અને લોનનું વેચાણ પણ સામેલ છે. ૧૦ માર્ચે સિલિકોન વેલી બેંક
નિષ્ફળ જતા બેકિંગ સેક્ટરમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
ફેડરલ રિઝર્વ બેંકના ડેટા એનુસાર વર્ષ ૨૦૨૨ના અંત સુધી
ફર્સ્ટ સિટિઝન એસેટની બાબતમાં અમેરિકાની ૩૦મી સૌથી મોટી બેંક હતી. તેની શરૃઆત
૧૮૯૮માં થઇ હતી. તેની મુખ્ય સબસિડરી ફર્સ્ટ સિટિઝન બેંક પણ અમેરિકાની મોટી બેંકો
પૈકીની એક છે.
તેની ૨૨ રાજ્યોમાં ૫૦૦ શાખાઓ છે. તેણે ૧૯૭૧ પછીથી અમેરિકાની
૩૫ બેંકોને ખરીદી છે. એટલે કે તે ડૂબી રહેલી બેંકોની સૌથી મોટી ખરીદદાર છે. ફર્સ્ટ
સિટિઝન બેંકની પાસે ૧૦૯૦૦ કરોડ ડોલરની મિલકતો છે અને કુલ ડિપોઝીટ ૮૯૪૦ કરોડ ડોલર
છે.
ઉલ્લેખનીય છે કે એફડીઆઇસી અને ફર્સ્ટ સિટિઝન્સ એસવીબીનું
નુકસાન ૫૦-૫૦ ટકા સહન કરશે. ગયા કવાર્ટરમાં ફર્સ્ટ સિટિઝન્સ બેંકે ૨૪.૩ કરોડ
ડોલરનો નફો કમાવ્યો હતો.