Get The App

ફરી માલદીવ આવ્યું ચીનનું 'જાસૂસ' જહાજ, રાષ્ટ્રપતિ મુઇજ્જૂએ કારણ રાખ્યું ગુપ્ત : રિપોર્ટ

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
ફરી માલદીવ આવ્યું ચીનનું 'જાસૂસ' જહાજ, રાષ્ટ્રપતિ મુઇજ્જૂએ કારણ રાખ્યું ગુપ્ત : રિપોર્ટ 1 - image


Image: Facebook

Chinese Spy Ship: ચીનનું 4,500 ટન વજન ધરાવતું હાઈટેક જાસૂસી જહાજ માલદીવના જળ ક્ષેત્રમાં પાછું આવી ગયું છે. બે મહિના બાદ આ દ્વીપસમૂહ રાષ્ટ્રના વિભિન્ન બંદરો પર એક અઠવાડિયુ પસાર કર્યાં બાદ પાછુ આવી ગયું છે. જિયાંગ યાંગ હોંગ 03એ ગુરુવારે સવારે થિલાફુશી ઇન્ડસ્ટ્રીયલ આઇલેન્ડના બંદર પર ઊભું કરવામાં આવ્યું. ભારત અને અમેરિકાએ ચીનના આ જાસૂસ જહાજને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

માલદીવ સરકારે ચીની જાસૂસ જહાજની વાપસીના કારણનો ખુલાસો કર્યો નથી પરંતુ સરકારે જહાજને ડોક કરવાની પરવાનગીની પુષ્ટિ કરી. 93 સદસ્યીય પીપુલ્સ મજલિસમાંથી 66 બેઠકો પ્રાપ્ત કરીને સામાન્ય ચૂંટણી જીતી. રાષ્ટ્રપતિ મુઈજ્જૂ ગયા વર્ષે 'ઈન્ડિયા આઉટ'ના વચન પર સત્તામાં આવી ગયા હતાં અને 21 એપ્રિલે સંસદીય ચૂંટણીમાં ભારે બહુમતથી જીત સાથે તેમણે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે.

ચીનનું 'જાસૂસ' જહાજ કેમ પાછું આવ્યું?

ચીનનું જાસૂસ જહાજને લઈને માલદીવ તરફથી કહેવામાં આવ્યું છે કે જહાજ હવે વિશેષ આર્થિક ક્ષેત્ર (ઈઈઝેડ) ને પાર કર્યા બાદ પાછું આવી ગયું છે. જિયાંગ યાંગ હોંગ 03 જાન્યુઆરીથી માલદીવ વિસ્તારની અંદર કે તેની પાસે સક્રિય છે. જહાજ આ પહેલા 23 ફેબ્રુઆરીએ માલેના પશ્ચિમમાં લગભગ 7.5 કિ.મી દૂર તે થિલાફુશી બંદર પર રોકાયું હતું. માલદીવના ઈઈઝેડની સરહદની પાસે લગભગ એક મહિનો પસાર કર્યાં બાદ હાઈ-ટેક જહાજ 22 ફેબ્રુઆરીએ માલદીવના જળવિસ્તારમાં પહોંચ્યું. લગભગ 6 દિવસ બાદ, જહાજ ઈઈઝેડ સરહદ પર પાછું જતું રહ્યું.

જાસૂસ જહાજ કોઈ રિસર્ચ કરશે નહીં, માલદીવનો દાવો

ફેબ્રુઆરીમાં માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચીનની સરકાર દ્વારા માલદીવની સરકારને કરવામાં આવેલા રાજદ્વારી વિનંતી બાદ જિયાંગ યાંગ હોંગ 3 'પોતાના કર્મચારીઓના રોટેશન અને પુન:પૂર્તિ માટે એક પોર્ટ કોલ કરવા કહ્યું હતું. વિદેશ મંત્રાલયે 23 જાન્યુઆરીએ કહ્યું, જહાજ માલદીવના જળ વિસ્તારમાં કોઈ રિસર્ચ કરશે નહીં'. માલદીવની ભારત સાથે નિકટતા, લક્ષદ્વીપમાં મિનીકોય ટાપુ પરથી ભાગ્યે જ 70 નોટિકલ માઇલ અને મુખ્ય ભૂમિના પશ્ચિમી કિનારાથી 300 નોટિકલ માઈલના અંતરે અને હિંદ મહાસાગર વિસ્તારના માધ્યમથી ચાલનાર વ્યાપારી સમુદ્રી માર્ગોના કેન્દ્ર પર તેનું સ્થાન તેને મહત્વનું બનાવે છે.

ચીનનું જાસૂસ જહાજ શું કરી શકે છે?

દરમિયાન ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર જહાજ જિયાંગ યાંગ હોંગ 03 વિશે જણાવાયું હતું કે 100 મીટર લાંબા જહાજને 2016માં ચીનના રાજ્ય મહાસાગર વહીવટમાં જોડવામાં આવ્યું હતું. આ વર્તમાનમાં ચીનમાં એકમાત્ર 4,500 ટનનું જહાજ છે. 2019થી ચીન આ જહાજનો ઉપયોગ ચીનની પાયલટ મહાસાગર પ્રયોગશાળામાં 'દૂરના પાણી' અને 'ઊંડા સમુદ્રો' ના સર્વે કરવા માટે પણ કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જહાજનો ઉપયોગ ખનિજ, સૂક્ષ્મજીવો આનુવંશિક અભ્યાસ, પાણીની અંદર ખનિજ સંશોધન અને પાણીની અંદરના જીવન અને પર્યાવરણ પરના અભ્યાસ માટે પણ કરી શકાય છે. તેમાં ડેટા પ્લવ્સ છે જે સમુદ્રના પ્રવાહો, તરંગો અને મહત્વપૂર્ણ પર્યાવરણીય માહિતીને માપી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લવ્સ ચીન સરકારને વાસ્તવિક સમયની ઉપગ્રહ જાણકારી આપી શકશે. ચીન અનુસાર જહાજની સહનશક્તિ 15,000 નોટિકલ માઈલ છે. જેનો અર્થ છે કે આ કોઈ મદદ વિના પોતાના કામ માટે 15,000 નોટિકલ માઈલની મુસાફરી રોકાયા વિના કરી શકે છે.


Google NewsGoogle News