Get The App

અંતરિક્ષમાં ચીની રોકેટ ફાટયું : સુનિતા વિલિયમ્સ સહિત અંતરિક્ષ યાત્રીઓની જાન પર તોળાતો ખતરો

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
અંતરિક્ષમાં ચીની રોકેટ ફાટયું : સુનિતા વિલિયમ્સ સહિત અંતરિક્ષ યાત્રીઓની જાન પર તોળાતો ખતરો 1 - image


NASA News | અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના બે અંતરિક્ષ યાત્રી ઘણા સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ફસાયેલાં છે તેમાં ભારતવંશીય સુનિતા વિલિયમ્સ અને અમેરિકાના બેરી વિલ્મોર સમાવિષ્ટ છે. તેઓને ફૂલ ટાઈમ એસ્ટ્રોનોટસની જેમ ત્યાં ઓછામાં ઓછાં 6 મહિના વિતાવવા પડે તેમ છે. તેમાં ચિંતાજનક વાત તે બહાર આવી છે કે એક ચીની રોકેટ અંતરિક્ષમાં ફાટી ગયું છે. તેનો ભંગાર વિલિયમ્સ અને વિલ્મોરને લઇ અંતરિક્ષમાં ઘૂમી રહેલાં સ્પેસ સ્ટેશન સાથે અથડાશે. તો વિલિયમ્સ સહિત કેટલાયે એસ્ટ્રોનોટસની જાન ખતરામાં આવી જાય તેમ છે.

બિઝનેસ ટુડેના રીપોર્ટ પ્રમાણે ચીનનું એક રોકેટ અંતરિક્ષમાં ફાટી ગયું હતું. તેનો ભંગાર ચારે તરફ વેરાઈ રહી અંતરિક્ષમાં જ ઘૂમી રહ્યો છે. તેથી અન્ય અંતરિક્ષ યાત્રીઓની પણ જાન જોખમમાં છે. જો કે યુ.એસ.સ્પેસ કમાન્ડે કહ્યું છે કે અત્યારે તો, તેવું કોઈ જોખમ દેખાતું નથી.

ચીને ૬ ઓગસ્ટે, તાઈયુઆન સ્પેસ સેન્ટર પરથી તે રોકેટ લોન્ચ કર્યું હતું. ચીનનું આ લોંગ માર્ચ 6 રોકેટ સેટેલાઇટને અંતરિક્ષ સ્થિત કર્યા પછી ફાટી ગયું. આ રોકેટ ૧૮ ય્૬૦ સેટેલાઇટ લઇને ગયું હતું. તે ફાટી જતાં તેના ૭૦૦થી વધુ ટુકડા થઇ ગયા. આ ટુકડા ૧૦૦૦થી વધુ સેટેલાઇટને નુકસાન કરી શકે તેમ છે.

આ લોંગ-માર્ચ ૬-છ રોકેટ પૃથ્વીની સપાટીથી ૫૩૦ માલિ (૮૧૦ કી.મી.) ઉપર ફાટી ગયું. જે આઈએસએસથી ઘણું ઊંચું પહોંચ્યું હતું. ૈંજીજી પૃથ્વીથી ૨૫૪ માઈલ (૪૦૮ કી.મી.)ની ઉંચાઈએ છે. જો કે હજી સુધી તે રોકેટ ફાટવાનું કારણ જાણી નથી શકાયું. બ્લુમબર્ગના તાજેતરના રીપોર્ટ પ્રમાણે ચીન તે ટુકડા ઉપર નજર રાખી રહ્યું છે, તેમ તેનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે તે કહે છે કે ચીન બારીક નજર રાખે છે, અને ડેટા વિશ્લેષણ કરે છે. ચીન બાહ્ય અંતરિક્ષ પર્યાવરણની સલામતીને ઘણું મહત્વ આપે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં પણ આવી જ દુર્ઘટના બની હતી. ત્યારે એક અન્ય લોંગ માર્ચ ૬છ રોકેટમાં વિસ્ફોટ થયો હતો. તેથી તે રોકેટના ૫૦૦થી વધુ ટુકડા થઇ ગયા હતા તેથી તે ટુકડા અંતરિક્ષ પિંડો સાથે અથડાવાની શક્યતા વધી હતી.

સૌથી વધુ ચિંતાજનક વાત તો તે છે કે નાસાએ જ હાથ ઉંચા કરી જણાવી દીધું છે કે આઈ.એસ.એસ.માં રહેલા અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી પર લાવવાની તારીખમાં એક મહીનાથી વધુ સમય વીતી ગયો છે તેનાં બૉઇંગ કેપ્સ્યુલમાં આવેલી ક્ષતિઓ, એન્જિનીયર્સ દૂર કરી શકે, ત્યાં સુધી એસ્ટ્રોનોટસ અંતરિક્ષમાં જ રહેશે. ટેસ્ટ પાયલોટ વિલ્મોર અને સુનિતા વિલ્યમ્સે અંતરિક્ષ પ્રયોગશાળામાં લગભગ ૧ સપ્તાહ રહેવાનું હતું અને જૂનના મધ્યમાં પરત આવવાનું હતું. પરંતુ બોઇંગની નવી સ્ટાર લાઈનર કેપ્સ્યુલનાં થ્રસ્ટરમાં ગરબડ થતાં અને હીલીયમનું સ્રવણ થતાં વધુ સમય રોકાવું પડે તેમ છે. આમ નાસાના અધિકારીઓ કહે છે કે મિશન પ્રબંધક સ્ટીવ સ્ટીચ કોઈ નિશ્ચિત તારીખ વાપસી માટે જાહેર કરવા તૈયાર નથી.


Google NewsGoogle News