Get The App

ચીનના પ્રમુખ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના અહેવાલ, વાયરલ સમાચારના કારણે રાજકીય હલચલ

Updated: Jul 17th, 2024

GS TEAM


Google News
Google News
ચીનના પ્રમુખ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના અહેવાલ, વાયરલ સમાચારના કારણે રાજકીય હલચલ 1 - image


Xi Jinping Suffers Stroke : ચીનના સોશિયલ મીડિયા પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના સમાચાર અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયાની ચર્ચા મુજબ, CCP મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો. જોકે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી, પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.

ચીનની રાજનીતિ માટે આ બેઠક ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં ચીનની ભાવિ દિશા નક્કી કરવામાં આવે છે. આ CCP બેઠક સોમવારથી શરૂ થઈ હતી અને ગુરુવારે સમાપ્ત થવાની હતી. ચીનની અર્થવ્યવસ્થાએ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે અને તેના કારણે ચીનના રાષ્ટ્રપતિ પર દબાણ વધી રહ્યું છે.

ચીનનો વિકાસ દર ઘટ્યો

15મી જુલાઈએ ચીનની સરકારે બીજા ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા હતા, જેમાં વિકાસ દર 4.7 ટકા હતો. આ આંકડા અપેક્ષા કરતા ઘણાં ઓછા હતા. પ્રથમ ક્વાર્ટરમાં આ દર 5.3 ટકા હતો.

ઘટતી અર્થવ્યવસ્થા પર ચર્ચા

આ ચિંતા વચ્ચે શી જિનપિંગે એક બેઠક બોલાવી છે, જેમાં ચીનની ઘટતી અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકને થર્ડ પ્લેનમ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં દેશની આર્થિક નીતિઓ પર ચર્ચા કરવામાં આવી છે. હાલમાં ચીનની કથળતી અર્થવ્યવસ્થા તેના માટે કોઈ મોટા પડકારથી ઓછી નથી. આવી સ્થિતિમાં ચીન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

હકીકતમાં, કોરોના પછી ચીનની હાલત પહેલા કરતા ઘણી ખરાબ થઈ રહી છે. દેશમાં યુવાનોની સંખ્યા ઓછી છે અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો છે. ગ્રાહક વપરાશમાં ઘટાડો થયો છે. દરેક ક્ષેત્રની હાલત ખરાબ છે. ચીનમાં જેટલો સામાન બની રહ્યો છે તેટલો વાપરવા માટે પૂરતા લોકો નથી, જેની અસર સીધી અર્થવ્યવસ્થાને થઈ રહી છે.

Tags :