ચીનના લોકોને પણ મોદી પસંદ છે : મોદીના 'લાઓશિયન' તેવું ઉપનામ પણ આપ્યું છે
- ચીનની સરકારથી વિરૂદ્ધ ચીનની જનતા ભારત અને નરેન્દ્ર મોદી અંગે તદ્દન જુદો જ અભિપ્રાય ધરાવે છે
બૈજિંગ : ભારત અને ચીનના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખટાશ આવી ગઈ છે. ૨૦૨૦થી ચાલી રહેલો એલ.એ.સી. વિવાદ અમેરિકા સાથે ભારતની વધી રહેલી મિત્રતા અને વિશ્વભરમાં નરેન્દ્ર મોદીના વધી રહેલા દબદબા અને તેમની ગવર્નિંગ સ્ટાઇલથી ચીનની જનતા ભારત અને મોદી અંગે અભિગમ ધરાવે છે.
આ હકીકત ચીનના જ એક વરિષ્ઠ પત્રકાર મ્યુ-ચૂનશાને ચીનનાં જ એક વર્તમાન પત્ર 'ધી ડીબોમેટ'માં લખેલા એક લેખ દ્વારા જાણવા મળી છે.
વાસ્તવમાં બાયોશિયન શબ્દ ચીનના તત્ત્વચિંતક 'લાઓ-ત્સે' (ગ્રાન્ડ માસ્ટર) ઉપરથી ઉતરી આવ્યો છે. તે ઉપરથી મોદીને 'લાઓશિયન' તેવું ઉપનામ ચીનની જનતાએ આપ્યું છે. તે ઉપરથી અનુમાન બાંધી શકાય કે ચીનની જનતા મોદી માટે કેટલું માન ધરાવે છે.
'ધ ડીબોમેટ'માં લખેલા એક લેખમાં વરિષ્ઠ પત્રકાર મ્યુ ચુનશાને વધુમાં લખ્યું છે કે, ભારત- ચીન સંબંધો વધુ સારા બની જ શકે તેમ છે પરંતુ અમેરિકા સાથે વધી રહેલી ભારતની નિકટતા ચીનના લોકોને પસંદ નથી.
મ્યુ. ચુન શાને વધુમાં લખ્યું છે કે, જો ભારત દુનિયાનું દ્વિતીય ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે, તો અમેરિકા અને પશ્ચિમના દેશો તેને દબાવવા પ્રયત્નો કરશે જ. જેવું તેઓ અત્યારે ચીન સાથે કરી રહ્યા છે.
'ધ ડીબોમેટ'નું તે લેખમાં મ્યુ ચુનશાન આગળ જણાવે છે કે ચીન, ભારત અને રશિયા વચ્ચે સહકાર વધવાથી પશ્ચિમના દેશો દબાણમાં આવી જશે. બીજી તરફ ભારત પણ પશ્ચિમના દેશો ઉપર પૂરો ભરોસો કરી શકે તેમ નથી તે પૂરો ભરોસો રાખતું પણ નથી.