Get The App

ચીનની પરમાણુ સબમરીન સમુદ્રમાં ગરકાવ! અમેરિકાએ મજાક ઉડાવતાં કહ્યું- આ તો શરમની વાત!

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
Submarine
(representative Image)

Nuclear Submarine Sinks in Sea: 26 સપ્ટેમ્બરે અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારી દાવો કર્યો હતો કે ચીનની પરમનું સબમરીન દરિયામાં ડૂબી ગઈ છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે ચીને બનાવેલી નવી પરમાણુ સંચાલિત એટેક સબમરીન આ વર્ષની શરૂઆતમાં ડૂબી ગઈ હતી. જે બેઈજિંગ માટે શરમજનક વાત છે. ચીન પાસે પહેલાથી જ 370થી વધુ જહાજો છે તેમજ દુનિયાની સૈથી મોટી નૌસેના છે. 

વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ મામલે ચુપી સાધી 

અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ચીનની નવી ફર્સ્ટ-ક્લાસ પરમાણુ સંચાલિત એટેક સબમરીન મે અને જૂન વચ્ચે ક્યારેક ડૂબી ગઈ હતી. વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તમે વર્ણવેલી આ અંગે અમને કોઈ માહિતી નથી.

ચીની ઈક્વિપમેન્ટની ગુણવતા પર સવાલ ઉઠ્યા 

અમેરિકાના અધિકારીએ કહ્યું કે એ સબમરીન ડૂબવાનું કારણ શું હતું કે એ સમયે તેમાં પરમાણુ ઇંધણ હતું કે નહિ તે વિષે કોઈ જ જાણકારી મળી નથી. સબમરીનના તાલીમ ધોરણો અને ઈક્વિપમેન્ટની ગુણવતા પર પણ સવાલ ઉઠે છે. તેમજ આ ઘટના PLAની આંતરિક જવાબદારી અને ચીનના સંરક્ષણ ઉદ્યોગની દેખરેખ અંગે પ્રશ્નો ઉભા કરે છે - જે લાંબા સમયથી ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે.' ચીનની નૌકાદળ તેની પરમાણુ સબમરીનના ડૂબવાની વાત છુપાવવાનો પ્રયાસ કરશે તેમાં નવાઈ નથી. 

ચીનની પરમાણુ સબમરીન સમુદ્રમાં ગરકાવ! અમેરિકાએ મજાક ઉડાવતાં કહ્યું- આ તો શરમની વાત! 2 - image

પ્લેનેટ લેબ્સના સેટેલાઇટ ફોટા સામે આવ્યા છે

પ્લેનેટ લેબ્સે સેટેલાઈટ ફોટો શેર કર્યો છે. જેમાં ચીનના વુચાંગ શિપયાર્ડમાં ક્રેન જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે જે સબમરીન ડૂબી ગઈ છે તે આ જ શિપયાર્ડમાં ડોક કરવામાં આવી હતી. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના એક રિપોર્ટ અનુસાર, 2022 સુધીમાં ચીન પાસે છ પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન, છ પરમાણુ સંચાલિત એટેક સબમરીન અને 48 ડીઝલથી ચાલતી એટેક સબમરીન હતી. ચીન તેની સબમરીનની સંખ્યા 2025 સુધીમાં 65 અને 2035 સુધીમાં 80 કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.

ચીનની પરમાણુ સબમરીન સમુદ્રમાં ગરકાવ! અમેરિકાએ મજાક ઉડાવતાં કહ્યું- આ તો શરમની વાત! 3 - image


Google NewsGoogle News