દોઢ અબજનો વીમો કરાવી પત્નીને સમુદ્રમાં ધકેલી દીધી, ચીનના વ્યક્તિનો આ રીતે થયો પર્દાફાશ
ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં રહેતા લી નામના 47 વર્ષના વ્યક્તિએ મે 2021માં તેની પત્નીને જહાજમાંથી દરિયામાં ધક્કો માર્યા હતો. અને તેણે આ એક દુર્ઘટના હોવાનો દાવો કર્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં તે હત્યા હોવાનું બહાર આવ્યું છે. હવે કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી છે.
લીએ પોતાની પત્નીના નામે ચાર જીવન વીમા પોલિસીઓ લીધી હતી, જ્યારે તેમા પોતાને એકમાત્ર લાભાર્થી બનાવ્યો હતો. આ વીમા યોજનાઓ હેઠળ જો તેની પત્ની પ્રવાસ દરમિયાન મૃત્યુ પામે તો તેને US$1.6 મિલિયન (રૂ. 1.5 બિલિયન)નું વળતર મળી શકતું હતું.
આ રીતે લાગી ષડયંત્રની શંકા
લીની પત્ની એવી જગ્યાએથી પડી હતી કે, જે જગ્યા પર જહાજ પર કોઈ કેમેરા દ્વારા નજર રાખવામાં આવી ન હતી. જહાજમાં 200થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા,પરંતુ જ્યા આ ઘટના બની ત્યા કોઈ કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. ફોરેન્સિક તપાસમાં મહિલાના ચહેરા પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. લીએ શક્ય તેટલી વહેલી તકે તેની પત્નીનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા અને ત્રણ દિવસમાં અંતિમ સંસ્કાર કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે લીનું સત્ય જાણવા માટે છટકું ગોઠવ્યું. તેઓએ તેને પ્રમાણપત્ર માટે બોલાવ્યો અને સાથે તેની ગતિવિધિઓ પર પણ નજર રાખી.
લીનું પાછલું જીવન અને ષડયંત્રની શંકા
લી એક રેસ્ટોરન્ટ ચલાવતા હતો અને ઘણી વખત તેમના કર્મચારીઓ અને સપ્લાયરોને પૈસા ચૂકવવામાં અસમર્થ રહેતા હતો. લીએ ઓક્ટોબર 2020 માં લગ્ન કર્યા, જેમને બે વાર છૂટાછેડા લીધા હતા અને તેને બે બાળકો હતા. લગ્નના બે મહિના પછી લીએ ચાર જીવન વીમા પોલિસીઓ ખરીદી હતી અને રેસ્ટોરન્ટ સ્ટાફ અને પડોશીઓ પણ લગ્ન વિશે અજાણ હતા.
આ રીતે પોલીસે સત્ય બહાર પાડ્યું
જહાજના રિમોટ કેમેરાના ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું કે મહિલાને ફેંકવામાં આવી હતી. ફૂટેજમાં કાળી સ્લીવ બતાવવામાં આવી હતી, જ્યારે લીએ તે દિવસે કાળો સૂટ પહેર્યો હતો. લીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું કે તેણે તેની પત્નીના મૃત્યુના થોડા સમય બાદ એક મહિલાને ફોન કર્યો હતો.