સુપર પાવર અમેરિકા ચીની હેકર્સના લપેટામાં, US સ્ટેટ ડિપાર્ટમેન્ટમાંથી 60 હજાર ઈમેલ ચોરાયા, બાઈડન સરકાર મુશ્કેલીમાં
રાજ્યના 10 વિભાગોના ઈમેલની ચોરી કરવામાં આવી હોવાનો દાવો
chinese hackers hacke american accounts : દુનિયાના હાઈટેક દેશની યાદીમાં આવતા અમેરિકાના લાસવેગસ સિટીના એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં મોટો સાયબર એટેક થયો હતો. હવે અમેરિકાથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે કે, ચીની હેકર્સ દ્વારા વિદેશ મંત્રાલયના ઈમેલ (E-mail) પર એટેક કરવામાં આવ્યો છે. ચીની હેકર્સ અમેરિકા માટે માથાનો દુખાવો બનતા જાય છે. ચાઈનીઝ હેકર્સ દ્વારા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ઈમેલમાંથી હજારો ઈમેલના ડેટાને ચોરી કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. સેનેટના એક કર્મચારી આ વાત જાણકારી આપવામાં આવી હતી.
રાજ્યના 10 વિભાગોના ઈમેલની ચોરી કરવામાં આવી
મળતી માહિતી અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના IT અધિકારીઓએ દાવો કર્યો છે કે ડિપાર્ટમેન્ટના 10 એકાઉન્ટમાંથી 60,000 ઈમેલનો ડેટા ચોરી કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 10 વિભાગોના ઈમેલના ડેટાનો સમાવેશ થતો હતો. તેમાંથી 9 પૂર્વ એશિયા અને પેસિફિક માટે કામ કરી રહ્યા હતા, જ્યારે અન્ય એક યુરોપ માટે કામ કરી રહ્યા હતા. સ્ટેટ ડિપાર્ટમેન્ટના એકાઉન્ટ સાથે ચેડા કરનારાઓ ઈન્ડો-પેસિફિક ડિપ્લોમસી પ્રયાસો પર કામ કરી રહ્યા હતા. હેકર્સે વિભાગના તમામ ઈમેલ ધરાવતી યાદી પણ હેક કરી હતી. હેકર્સે માઇક્રોસોફ્ટ એન્જિનિયરના ડિવાઇસ સાથે છેડછાડ કરી છે.
આ પહેલા પણ અનેક વખત હેકર્સના નિશાના પર અમેરિકા
અમેરિકામાં આ પહેલીવાર નથી જ્યારે ચીની હેકર્સે યુએસ સરકારને નિશાન બનાવ્યું હોય. આ પહેલા પણ અહેવાલ આવ્યા હતા કે, મે મહિનામાં ચીની હેકર્સે ઓછામાં ઓછી 25 સંસ્થાઓના ઈમેલ એક્સેસ હેક કર્યા હતા. ચીનના હેકર્સે બેઇજિંગ ખાતેના અમેરિકી રાજદૂત નિકોલસ બર્ન્સનું ઈમેલ એકાઉન્ટ હેક કર્યું હતું. આ પહેલા પૂર્વ એશિયાના આસિસ્ટન્ટ સેક્રેટરી ડેનિયલ ક્રિટેનબ્રિંકનું એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.