ચીની હેકર્સ ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે, અમેરિકાની આઇટી કંપનીને શંકા

અમેરિકા, દક્ષિણ કોરિયાની ચુંટણીમાં પણ ચીનની ડખલની શકયતા

ગત વર્ષ તાઇવાનની ચુંટણીમાં પણ ચીને દુષ્પ્રચાર કર્યો હતો

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
ચીની હેકર્સ ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ  કરી શકે છે, અમેરિકાની આઇટી કંપનીને શંકા 1 - image


ન્યૂર્યોક, ૬ એપ્રિલ,૨૦૨૪,શનિવાર 

અમેરિકાની કંપની માઇક્રોસોફટે અમેરિકા,દક્ષિણ કોરિયા અને ભારતની ચુંટણીઓમાં ચીન હસ્તક્ષેપ કરી શકે છે એવી ચેતવણી ઉચ્ચારી છે. અમેરિકાની આ ટેક કંપનીની થ્રેટ ઇન્ટેલીજન્સી ટીમનું અનુમાન છે કે ચીન સમર્થક સાઇબર હુમલાખોરો અને સમૂહો કેટલાક ઉત્તર કોરિયાઇ સાઇબર હુમલાખોરીની સાથે મળીને મહત્વની ચુંટણીઓને ટાર્ગેટ કરી શકે છે. અમેરિકી આઇ ટી કંપનનીનું માનવું છે કે ચીન ચુંટણી પરિણામોને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એ આઇની મદદથી ટુલકિટ તૈયાર કરીને વાયરલ કરવાની યોજના બનાવી રહયું છે.

ચીની હેકર્સ ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ  કરી શકે છે, અમેરિકાની આઇટી કંપનીને શંકા 2 - image 

ખાસ કરીને એઆઇની મદદથી તૈયાર કરવામાં આવેલા મીમ્સ,વીડિયો અને ઓડિયો સાથે ચીનના વધતા પ્રયોગ અંગે ચેતવણી આપી છે. માઇક્રોસોફટનું માનવું છે કે આગામી હાઇ પ્રોફાઇલ ચુંટણીઓમાં એક શકિતશાળી ઉપકરણ બની શકે છે. રિપોર્ટમાં ગત વર્ષ તાઇવાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચુંટણીમાં એઆઇની મદદથી દુષ્પ્રચાર અભિયાનનો પ્રયાસ ચીન દ્વારા કરવામાં આવ્યો હતો તેનું ઉદાહરણ આપ્યું હતું. બેઇજિંગ સમર્થક એક સમૂહ સ્ટોર્મ ૧૩૭૬ અથવા તો સ્પામૉફેલેઝના નામથી જાણીતું છે. તે તાઇવાનની ચુંટણી દરમિયાન સક્રિય હતું. આ યૂ ટયૂબ પર નકલી સામગ્રી પોસ્ટ કરી હતી અને વિજેતા ઉમેદવાર સાથે એઆઇ જનરેટેડ મીમ્સ બનાવવામાં આવતા હતા.



Google NewsGoogle News