Get The App

ચીન અને અમેરિકાના વિદેશ મંત્રી વચ્ચે બોલાચાલી! ગુસ્સે ભરાયેલા 'ડ્રેગને' કહ્યું- 'કાયદામાં રહો'

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
ચીન અને અમેરિકાના વિદેશ મંત્રી વચ્ચે બોલાચાલી! ગુસ્સે ભરાયેલા 'ડ્રેગને' કહ્યું- 'કાયદામાં રહો' 1 - image


US China Relation : ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આજે શનિવારે અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે ફોનથી વાત કરીને કહ્યું, 'કાયદામાં રહો'. મીડિયા અહેવાલ મુજબ, ચીની વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે વાંગ યીએ રૂબિયો સાથેની વાતચિતમાં કહ્યું કે, 'મને આશા છે કે તમે તે મુજબ કામ કરશો.' વાંગ યીએ ચાઇનીઝ શબ્દપ્રયોગ કરીને જાણે એક શિક્ષક તેના વિદ્યાર્થી અને એક બોસ તેના કર્મચારીને પોતાનું વર્તન સુધારવાની વાત કહી હોવાનું જણાયું છે. 

માર્કોએ અનેક વખત ચીનના વિરોધમાં નિવેદન આપ્યા

માર્કો રૂબિયોને ચીનના વિરોધી માનવામાં આવે છે. માર્કો જ્યારે સાંસદ હતા, ત્યારે તેમણે અનેક વખત ચીનના વિરોધમાં નિવેદન આપ્યા હતા. તેમણે ચીનના માનવાધિકાર રિકોર્ડ પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે વર્ષ 2020માં ચીની સરકારે તેમની પર બે વખત પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. 

અમેરિકી વિદેશ મંત્રાલયએ શું કહ્યું?

જ્યારે ચીની વિદેશ મંત્રીના આ પ્રકારની વાક્યપ્રયોગને લઈને અમેરિકાએ ધ્યાન લીધું ન હતું. અમેરિકી વિદેશ મંત્રાલયએ કહ્યું કે, 'રૂબિયોએ વાંગને કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન ચીન સાથે પોતાના સંબંધોમાં અમેરિકાના હિતોને આગળ વધારશે.' નિવેદનમાં 'તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના બળજબરીભર્યા પગલાં પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.'

આ પણ વાંચો: ‘નાઝી સેલ્યૂટ’ કન્ટ્રોવર્સીમાં ટેલર સ્વિફ્ટને ઘસેડી ઇલોન મસ્ક: યુઝર્સે તેને ટ્રોલ કરી કહ્યું તે સિંગરથી ઓબ્સેસ છે

અમેરિકા અને ચીનના સંબંધો

અમેરિકાએ વારંવાર ચીનને પોતાના માટે ખતરો ગણાવ્યું છે. જ્યારે ચીને પણ અમેરિકા અને પશ્ચિમી દેશોને પોતાની સંપ્રભુતા માટે ખતરો ગણાવ્યો. તાજેતરમાં ચીનના ઇન્ટેલિજન્સ વિભાગે કહ્યું કે, 'અમેરિકા સહિત ઘણા બધા પશ્ચિમી દેશોના એજન્ટો ચીનની જાણકારી ચોરવા ઈચ્છા છે.' આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેના કટ્ટર ચીન વિરોધી અંદાજ માટે ઓળખાય છે. તેમનું લક્ષ્ય ચીનને પડકાર વ્યૂહાત્મક અને આર્થિક બંને રીતે આપવાનો છે.


Google NewsGoogle News