Get The App

ચીનનો ખતરનાક પ્લાન : મિસાઈલ પળભરમાં પેસેન્જર પ્લેન બનશે, દુનિયાની એર ડિફેન્સ કરી દેશે ફેલ

મિસાઈલનો બહારનો ભાગ અને આકાર સરળતાથી બદલી શકાય તેવી ચીનની ટેકનોલોજી

મિસાઈલનું ડિવાઈસમાં પણ ખતરનાક, દુશ્મન દેશના સિગ્નલે તુરંત પકડી પાડશે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
ચીનનો ખતરનાક પ્લાન : મિસાઈલ પળભરમાં પેસેન્જર પ્લેન બનશે, દુનિયાની એર ડિફેન્સ કરી દેશે ફેલ 1 - image

બીજીંગ, તા.23 નવેમ્બર-2023, શુક્રવાર

દુશ્મનની ડિફેન્સ સિસ્ટમ પણ ન ઓળખી શકે તેવી ઘાતક મિસાઈલ ટેકનોલોજી પર ચીન કામ કરી રહ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ મિસાઈલ સરળતાથી પેસેન્જરનું સ્વરૂપ ધારણ કરી શકે તેમજ ઝડપથી તેની સાઈઝ અને આકાર બદલી જાય તેના પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે. ઉત્તર-પશ્ચિમી ચીનમાં એક રિસર્ચ ટીમ મિસાઈલ ટેકનોલોજી પર કામ કરી રહી છે. આ ટેકનોલોજીના કારણે વિશ્વના મોંઘામાં મોઘા એર ડિફેન્સ સિસ્ટમ પણ નિષ્ફળ જઈ શકે છે.

દુશ્મન દેશ પણ નહીં ઓળખી શકે મિસાઈલ

ચીનના લશ્કરી નિષ્ણાતોનું માનવું છે કે, ચીન પાસે પહેલેથી જ એક શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ છે. આવી સ્થિતિમાં વધુ એક ઘાતક મિસાઈલ બનાવ્યા બાદ તે દુશ્મન દેશો સાથે મુકાબલો કરવામાં કામ આવશે. પ્રોજેક્ટના વિજ્ઞાનીઓનું કહેવું છે કે, સેનામાં આવી ટેકનોલોજી સામેલ થયા બાદ યુદ્ધની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. નવી ક્રૂઝ મિસાઈલ પેસેન્જર પ્લેન જેવી દેખાય તે માટે ગોલ્ડ પ્લેટેડ આવરણનો ઉપયોગ કરાશે. આ જ કારણે ડિફેન્સ સિસ્ટમ મિસાઈલ પર કાર્યવાહી કરવાથી મુંઝાઈ જશે. આમ ચીનની અત્યાધુનિક મિસાઈલ સેકન્ડમાં આકાર અને રૂપ સરળતાથી બદલી શકશે, ઉપરાંત તેની ડિવાઈસ પણ સિગ્નલને તુરંત પકડી પાડશે, જેના કારણે દુશ્મન દેશ મુંઝવણમાં મુકાશે.

ચીનની ઘાતક મિસાઈલની ખાસીયત

શાંક્સી પ્રાંતમાં નોર્થવેસ્ટ પોલિટેકનિકલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ઝોંગ યેલીએ કહ્યું કે, લેબમાં પરીક્ષણો મુજબ આ ટેકનોલોજી હવામાં લક્ષ્યના રડાર ક્રોસ સેક્શનને 1 થી 30 ડેસિબલ પર ચોરસ મીટર સુધી વધારી શકે છે. ચીનના જર્નલ ઓફ સાયન્સના એક રિપોર્ટમાં જોંગ અને તેમના સહકર્મચારીઓએ જણાવ્યું કે, ખુબ જ સસ્તી ટેકનોલોજીથી મિસાઈલ ગોલ્ડ-પ્લેટેડથી બનેલા આવરણમાં તબદીલ થઈ જશે. નવી ટેકનોલોજીથી મિસાઈલનો આકાર પણ સરળતાથી બદલી જશે. ટેકનોલોજીતી સજ્જ ડિવાઈસથી મિસાઈલનો બહારનો ભાગ અને આકાર બંને સરળતાથી બદલી શકાશે અને તેનાથી રડાર ઓપરેટર્સને ચકમો પણ આપી શકાશે. સંશોધકોએ જણાવ્યું કે, ડિવાઈઝનો ખર્ચ ખુબ ઓછો છે અને તેનું વજન પણ ઓછું છે. એક કિલોનું વજન ધરાવતા ડિવાઈસમાં લગાવાયેલા ટ્રાન્સમિટર્સ દુશ્મનના સિગ્નલ્સ જનરેટ કરી શકશે.


Google NewsGoogle News