ચીનનું બજેટ 3.4 ટ્રિલિયન ડોલર, જાણો રક્ષા ક્ષેત્રે અમેરિકા કે ડ્રેગન કોણ કરે છે વધુ ખર્ચ
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સવારે 11 વાગ્યે 58 મિનિટમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું
Chinese Budget: આવનાર લોકસભાની ચૂંટણી પહેલા આજે નાણા મંત્રીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. લગભગ એક જ કલાકના ભાષણમાં તેમણે આ વખતે લોકોને આકર્ષિત કરે તેવી લોભામણી જાહેરાતો કરવાથી કિનારો કરી લીધો હોય તેવું દેખાયું છે. એવામાં જો અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો આગામી ત્રણ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલરની થઈ જશે અને તેની સાથે જ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. હાલમાં ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે અમેરિકા આ મામલે ટોચ પર છે.
બજેટનો સૌથી વધુ ભાગ સંરક્ષણ પાછળ ફાળવે છે ચીન
વર્ષ 2023માં ચીનનું બજેટ 3.4 ટ્રિલિયન ડોલર હતું. તેમજ ચીન સંરક્ષણ પાછળ બજેટનો સૌથી વધુ હિસ્સો ફાળવે છે. વર્ષ 2023માં ચીનનું સંરક્ષણ બજેટ 227.8 બિલિયન ડોલર હતું. તેમાં છતાં એવું કહી શકાય કે ચીન સંરક્ષણ પાછળ અમેરિકા કરતા ઓછો ખર્ચ કરે છે. વર્ષ 2023 માં અમેરિકાનું સંરક્ષણ બજેટ 797.7 બિલિયન ડોલર હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ચીનનું બજેટ 48.1 અબજ ડોલર
વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ચીનનું બજેટ 48.1 અબજ ડોલર હતું. તેમાં 2 ટકાનો વધારો થયો હતો. આ સિવાય ચીને 2023માં 105.9 બિલિયન ડોલરની લોન ચૂકવી હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 10.8 ટકા વધુ હતી. ચીનનું બજેટ જાહેર સુરક્ષા માટે 30.6 બિલિયન ડોલર હતું. 2023 માં જાહેર સેવાનું બજેટ 23 બિલિયન ડોલર હતું.
શિક્ષણ પર કેટલો ખર્ચ કરે છે ચીન ?
ચીનનું શિક્ષણ બજેટ 2023માં 22.8 અબજ રૂપિયા હતું, જે 2022 ના બજેટ કરતાં 2 ટકા વધુ હતું. તેમજ રાજદ્વારી માટે ચીનનું બજેટ 8 અબજ ડોલર હતું, જે અગાઉના બજેટ કરતાં 12.2 ટકા વધુ હતું.