ચીનની ધરા સતત ત્રીજા દિવસે પણ ધ્રુજી, કિર્ગીઝમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ
ચીનમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
Earthquake In China: ચીનમાં સતત ત્રીજા દિવસે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 6:21 વાગ્યે શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રના કિર્ગીઝમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 15 કિમીની ઊંડાઈએ હતું. વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી લોકો ભયભીત જોવા મળ્યા હતા.
ગઇકાલે પણ આવ્યો હતો ભૂકંપ
ગઈકાલે ચીનના કિર્ગિસ્તાન-શિનજિયાંગ બોર્ડર નજીક આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 મપાઈ હતી. આ પહેલા મંગળવારે પણ ચીનમાં ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. જેના લીધે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. આ સિવાય ત્રણ લોકોનાં મૃત્યુ થયા તો પાંચ લોકો ઘવાયા હતા.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર બુધવારે ભૂકંપના કારણે જમીનમાં 10 કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો હતો.