ન માની શકાય પરંતુ શી-જિન-પિંગે ઐતિહાસિક પંચશીલ સિદ્ધાંતની પ્રશંસા કરી છે : તેનો હેતુ દક્ષિણનાં દેશોને આકર્ષવાનો છે

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ન માની શકાય પરંતુ શી-જિન-પિંગે ઐતિહાસિક પંચશીલ સિદ્ધાંતની પ્રશંસા કરી છે : તેનો હેતુ દક્ષિણનાં દેશોને આકર્ષવાનો છે 1 - image


- ભગવાન બુદ્ધે આપેલા પંચશીલને નહેરૂએ નવુ સ્વરૂપ આપ્યું

- એવું લાગે છે કે ચીન અત્યારે ભારત સાથેનો ઉત્તર પશ્ચિમ (લડાખ)નો મોર્ચો શાંત રાખી દ.પૂર્વે આવેલાં તાઈવાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે

બૈજિંગ : ન માની શકાય તેવી વાત છે, પંરતુ ચીનના પ્રમુખ શી જિંનપિંગે શુક્રવારે ભારત અને ચીન વચ્ચે થેયલા પંચશીલ કરારોની પ્રશંસા કરી હતી અને તેની સ્વીકૃતિ માટે વૈશ્વિક દક્ષિણના રાષ્ટ્રોને અનુરોધ કર્યો હતો.

તે સર્વે વિદિત છે કે દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં ભગવાન બુધ્ધનો ઘણો જ પ્રભાવ છે. તેઓએ ઇ.સ. પૂર્વે ૭મા સૈકામાં પંચશીલનો સિધ્ધાંત આપ્યો હતો તે પ્રમાણે માનવીને તેનાં જીવનમાં સમ, અહિંસા, અજ્ઞોય, અપરિગ્રહ અને બ્રહ્મકર્મ (લગ્ન પછી પણ સંયમી જીવન પાળવા)નો અનુરોધ કર્યો હતો. તે જ સિદ્ધાંતોને જવાહરલાલ નહેરૂએ નવું સ્વરૂપ આપી અંતર રાષ્ટ્રીય સંબંધોમાં પાંચ સિદ્ધાંતો આપ્યા હતા (૧) પરસ્વરનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવો (૨) એક બીજા પર આક્રમણ ન કરવું. (૩) એક બીજાની આંતરિક બાબતમાં દખલ ન કરવી (૪) સમાનતા રાખવી અને પરસ્પરને સહાય કરવી (૫) શાંતિ ભર્યું સહ અસ્તિત્વ રાખવું.

વિશ્વ જ્યારે સીધી બે છાવણીમાં વહેંચાઈ ગયું હતું જેવાં એક તરફ અમેરિકામાં નેતૃત્વ નીચેનાં પશ્ચિમનાં રાષ્ટ્રો હતાં તો બીજી તરફ પૂર્વ યુરોપનાં રાષ્ટ્રો, (યુગોસ્લાવિયા સિવાયનાં), સોવિયેત સંઘ, ચીન, મોંગોલિયા, ઉત્તર કોરિયા અને વિયેતનામ (ઉત્તરનો વિસ્તાર)માં મળી ડાબેરી રાષ્ટ્રો હતો. પૂર્વ જર્મનીથી શરૂ કરી એડ્રિયાટિક-સી સુધીનો વિસ્તાર અન્ય યુરોપથી જુદો પડી ગયો હતો. વિન્સન ચર્ચિલે કહ્યું હતું કે ત્યાં આયર્ન-કર્ટન પડી ગયો છે. તેવે સમયે જવાહરલાલ નહેરૂએ ઇજિપ્તના નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટોને સાથે રાખી નોન-એલાઇન્ઝ મુવમેન્ટ (નામ) શરૂ કરી તેમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ શાસ્ત્રોતિજોયો સુકર્ણો પણ જોડાયા અને પહેલી નામ પરિષદ ઇન્ડોનેશિયાનાં બાંડુંગમાં યોજાઈ ત્યારે ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઇ પણ ઉપસ્થિત હતા. ૨૯-૬-૧૯૫૪ના દિવસે આ પરિષદ યોજાઈ હતી.

આ બાંડુંગ કોન્ફરન્સની જુની જન્મ જયંતિએ વૈશ્વિક દક્ષિણનાં રાષ્ટ્રોના પ્રતિનિધિઓની પરિષદ અહીં (બૈજિંગમાં) બોલાવવામાં આવી હતી. જેમાં શ્રીલંકાના પૂર્વ પ્રમુખ મહીન્દા રાજપકશા પણ ઉપસ્થિત હતા. તેમજ અન્ય દેશોના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા.

તે સમયે (૧૯૫૪માં) ભારત-ચીન, અને ભારત-મ્યાનમાર (તે સમયે જે બ્રહ્મદેશ કહેવાતું હતું તેની વચ્ચે પારસ્પરિક સમજૂતી પણ થઇ હતી.

જો કે આ પછી ૨૦ ઓક્ટો. ૧૯૬૨ના ચીને અચાનક જ આક્રમણ કરી લડાખનો બહુ મોટા વિસ્તાર પર કબજો જમાવી દીધો હતો. પરંતુ તે સમયે નેફા (નોર્થ ઇસ્ટ ફ્રન્ટીયર એજન્સી પર કબ્જો જમાવવાના તેના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

લડાખ અરૂણાચલ પ્રદેશ તથા ડોકલામ અંગે બંને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલે છે. લડાખ સંબંધ મંત્રણાના તો ૨૯ બેઠકો બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી પંરુત તે પરિણામ રહિત રહી છે.

નિરીક્ષકો કહે છે કે ચીનને ભારત પ્રત્યે આટલો મોહ ઉભરાવાનું કારણ તે હોઈ શકે કે અત્યારે તેની નજર તાઈવાન પર છે. તેથી શી જિન પિંગ ઉત્તર પશ્ચિમનો (લડાખનો) મોર્ચો શાંત રાખવા માગે છે. માટે કદાચ આવી ડાહી ડાહી વાત તેઓ કરતા હશે.


Google NewsGoogle News