VIDEO: ચીનનો આશ્ચર્યજનક નિર્ણય, પોતાની જ ક્રૂઝ મિસાઇલથી ડૂબાડ્યું યુદ્ધ જહાજ, જાણો કારણ
Image: X
China Cruise Missile: ચીને પોતાની ક્રૂઝ મિસાઈલથી સમુદ્રમાં એક જહાજને ડૂબાડી દીધું છે. આ એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઈલનું નામ વાઈજે-12 બી (YJ-12B) છે. આ મિસાઈલની રેન્જ લગભગ 500 km છે. આ અંતરને 3580 km/hrની ગતિથી પૂરું કર્યું.
વીડિયોમાં શું છે
આ 9 સેકન્ડના વીડિયોમાં વાઈજે-12બી ક્રૂઝ મિસાઈલને ટ્રક માઉન્ટેડ લોન્ચરથી દાગવામાં આવે છે. તે બાદ સમુદ્રમાં જઈ રહેલા એક જહાજ પર આ મિસાઈલ પડે છે. જહાજ પર પણ કેમેરા લાગેલા છે, જે સંપૂર્ણ તબાહીનું દ્રશ્ય બતાવે છે. તે બાદ જહાજને પાણીમાં બ્લાસ્ટ બાદ ડૂબતું બતાવવામાં આવે છે.
આ મિસાઈલની તાકાત વિશે જાણો
YJ-12B એક સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ છે એટલે કે તેનો ઉપયોગ દુશ્મનના જહાજોને ખતમ કરવા માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ ચીન સિવાય પાકિસ્તાન અને અલ્જીરિયા પણ કરે છે. આ મિસાઈલના ચાર વેરિયન્ટ્સ છે. જેમાં 205થી 500 કિલોગ્રામ સુધીના વોરહેડ લગાવી શકાય છે.
મિસાઈલની સ્પીડ આને ખતરનાક બનાવે છે
ખાસ વાત એ છે કે આ મિસાઈલ 2.5 થી 4 મેક સુધી જઈ શકે છે એટલે કે 3087થી 4939 km/hrની સ્પીડ સુધી. આને યુદ્ધ જહાજ, વિમાન કે ટ્રક માઉન્ટેડ લોન્ચરથી લોન્ચ કરવામાં આવે છે. મિસાઈલમાં રેમજેટ બૂસ્ટર પ્રોપલ્શન સિસ્ટમ છે, જે આને ઝડપી સ્પીડ આપે છે. આને ચીનના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને બનાવ્યું છે.