Get The App

વોલસ્ટ્રીટ અને સિલિકોનવેલીમાં સનસનાટી મચાવનારું ચીનનું આઇટી હથિયાર DeepSeek શું છે ?

ચીન અને અમરિકાનું ટ્રેડ વોર હવે ટેકનિકલ વોરમાં ફેરવાઇ રહયું છે

DeepSeek ની સ્થાપના ૨૦૨૩માં ચીનના હાંગ્ઝોમાં થઇ હતી.

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
વોલસ્ટ્રીટ અને સિલિકોનવેલીમાં સનસનાટી  મચાવનારું ચીનનું આઇટી હથિયાર DeepSeek  શું છે ? 1 - image


ન્યૂયોર્ક,૨૮ જાન્યુઆરી,૨૦૨૫,મંગળવાર 

છેલ્લા કેટલાક સમયથી ચીનનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મોડેલ ડીપસીકએ અમેરિકાના આઇટી ઉધોગમાં હાહાકાર મચાવ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુધ્ધ વર્ષોથી ચાલે છે પરંતુ હવે તે ટેકનિકલ વૉરમાં ફેરવાઇ રહયું છે. ડીપસીક એક ચીનની એઆઇ સ્ટાર્ટઅપ એપ છે જેની સ્થાપના ૨૦૨૩માં ચીનના હાંગ્ઝોમાં થઇ હતી. ૨૦ જાન્યુઆરીમાં પોતાના ઓપન સોર્સ આર-૧ મોડલ બહાર પાડયા પછી દુનિયાના ડિજિટલ યુર્ઝસનું ધ્યાન ખેંચ્યું છે. ટીપસીક એપલ સ્ટોરના ડાઉનલોડમાં ટોચ પર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનના ડીપસીકના પગલે અમેરિકાની આઇટી કંપનીઓ અને કેટલાક શેરોના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકાના માર્કેટમાં સર્જાયેલી અફરાતફરીથી રોકાણકારો પણ ચેતી ગયા છે. 

ચીનની આઇટી કંપનીએ દાવો કર્યો છે કે તેમનું એઆઇ મોડેલ ચેટજીપીટી નિર્માતા ઓપનએઆઇ જેવી અમેરિકી કંપનીઓના મોડલને ટક્કર આપે તેવું છે. સૌથી નવાઇની વાત તો એ છે તે ચીનનું ડીપસીક ઘણુંજ સસ્તું છે. ૨૦૨૫ની શરુઆતની સાથે જ ચેટબકોના એપલ અને ગુગલ એપ સ્ટોર રક ઉપલબધ્ધ હોવાથી તેનો વ્યાપ ખૂબ વધી ગયો છે ડીપસીકતના એઆઇ આસિસ્ટન્ટ આઇફોન સ્ટોર પર સૌથી વધારે ડાઇનલોડ થનારી ફ્રી એપ્લીકેશન બની ગઇ છે. આથી ચિપ તૈયાર કરતી ધુરંધર અમેરિકી કંપની એનવીડિયાએ સોમવારના રોડ પોતાના બજાર મૂલ્યમાં ૬૦૦ અબજ ડોલરનું નુકસાન ઉઠાવવું પડયું હતું જે અમેરિકી ઇતિહાસમાં એક દિવસમાં સૌથી મોટું નુકસાન હતું.

આ અમેરિકી કંપનીના શેરોમાં સોમવારના રોજ ૧૭ ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ચીનના કેટલાક આઇટી નિષ્ણાતોનું માનવું છે કે વ્યાપાર યુધ્ધમાં નવું બોટ ભાગ્ય બદલનારુ સાબીત થઇ શકે છે. આથી જ તો  અમેરિકા સાથેના એઆઇ ટેકનિક વૉરમાં ચીનના ડીપસીકને હથિયાર ગણવામાં આવી રહયું છે. અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની એઆઇ ટેકનીકના પડકાર સામે અમેરિકી આઇટી કંપનીઓને જાગૃત થવાનું આહ્વવાન કર્યુ છે. ટ્રમ્પને લાગે છે કે અમેરિકી કંપનીઓએ ટેકનોલોજી અંગેની હરિફાઇ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરુરી છે. 


Google NewsGoogle News