Get The App

ચીનની મેગ્લેવ ટ્રેને ૧ કલાકમાં ૬૨૩ કિમી અંતર કાપીને રેર્કોડ સર્જયો

મેગ્લેવ ટ્રેનને ૨ કિમી લાંબી લો વેકયૂમ ટયૂબમાંથી પસાર કરાઇ

ભવિષ્યમાં ટ્રેનને વિમાનથી પણ વધુ ઝડપે દોડતી કરવાનો દાવો

Updated: Feb 14th, 2024


Google News
Google News
ચીનની મેગ્લેવ ટ્રેને ૧ કલાકમાં ૬૨૩ કિમી અંતર કાપીને રેર્કોડ સર્જયો 1 - image


બેઇજિંગ,૧૪ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર 

રફતારનો રેકોર્ડ સર્જનારી ચીનની મેગ્નેટિકલી લેવિટેટેડ એટલે મેગ્લેવ ટ્રેને ૧ કલાકમાં ૬૨૩ કિમીનું અંતર કાપીને રેકોર્ડ સર્જયો છે. ચીનના દાવા અનુસાર આ  ટ્રેન ગત ઓકટોબરમાં  સૌથી વધુ સ્પીડે દોડી હતી. મેગ્લેવ ટેકનોલોજીમાં ટ્રેનને પાટાની ઉપર ગતિ આપવા માટે મેગ્નેટિક ફોર્સનો ઉપયોગ કરવામાં આવે છે. રફતારની રાણી ગણાતી ટ્રેન છેલ્લા કેટલાક વર્ષોથી  ખૂદનો જ રેકોર્ડ તોડી રહી છે. 

ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (સીએએસઇસી)  ના જણાવ્યા અનુસાર મેગ્લેવ ટ્રેને માત્ર ૨ કિમી લાંબી લો વેકયૂમ ટયૂબમાં ટેસ્ટ દરમિયાન આ સફળતા મેળવી હતી. રફતાર વધારવા માટે ટ્રેનને ખાસ ડિઝાઇન કરીને લો વેકયૂમ ટયૂબમાંથી પસાર કરવામાં આવી હતી. 

પ્રયોગ દરમિયાન અલ્ટ્રા ફાસ્ટ હાઇપર લૂપ ટ્રેને ઓછો વેકયૂમ ટયૂબમાં સ્થિર લેવિટેશન મેળવ્યું હોય તેવું પ્રથમ વાર બન્યું હતું. મેગ્લેવની આ સફળતા ભવિષ્યમાં વિમાનની ઝડપે ટ્રેન દોડાવવાના સંશોધનની દિશામાં મહત્વની સાબીત થશે.

ચીનની મેગ્લેવ ટ્રેને ૧ કલાકમાં ૬૨૩ કિમી અંતર કાપીને રેર્કોડ સર્જયો 2 - image

સીએએસઆઇસી દ્વારા  હાઇ સ્પીડ ફલાયર પ્રોજેકટ એરોસ્પેસ અને રેલ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીને સાથે જોડવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેની ડિઝાઇન સ્પીડ પ્રતિ કલાક ૧૦૦૦ કિમી રાખવામાં આવી છે. આ સ્પીડ કોમર્શિયલ એવિએશન સ્પીડ કરતા પણ વધારે છે.  કોઇ પણ કોમર્શિયલ એરક્રાફટની સ્પિડ ૮૬૦ કિમી પ્રતિ કલાક હોય છે.

ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનું માનવું છે કે ટ્રેન સ્પીડ નિયંત્રણમાં મળેલી સફળતાથી સાબીત થયું છે કે વ્હિકલ ટયૂબ અને ટ્રેક સારો હોયતો વાંધો આવતો નથી. સૌથી મહત્વની વાત એ હતી કે સ્ટ્રોંગ મૂવમેન્ટ સિસ્ટમ અને સિકયોરિટી કંટ્રોલ પણ પ્રયોગ દરમિયાન સારી રીતે કામ કરતા હતા. 


Tags :