ચીનના સંરક્ષણ બજેટમાં ૭.૨ ટકાનો વધારો, ભારત કરતા ૩ ગણું આગળ

ભારતનું સંરક્ષણ બજેટ ૭૫ અબજ ડોલર જયારે ચીનનું ૨૩૦ અબજ ડોલર

બજેટ વધારીને ચીને તાઇવાન નીતિ અંગે દુનિયાને મોટો સંદેશ આપ્યો

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ચીનના સંરક્ષણ બજેટમાં ૭.૨ ટકાનો વધારો, ભારત કરતા ૩ ગણું આગળ 1 - image


બેઇજિંગ,૫ માર્ચ,૨૦૨૪,મંગળવાર 

તાજેતરમાં ચીન સરકારના સંરક્ષણ મંત્રાલયે રક્ષા બજેટમાં ૭.૨ ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ ચીનનું સુરક્ષા બજેટ ૨૩૦ અબજ ડોલરને પાર કરી ગયું છે જે ભારત કરતા ૩ ગણું વધારે છે. ભારતનું કુલ સંરક્ષણ બજેટ ૭૫ અબજ ડોલર છે. અમેરિકા સાથ ઘણા સમયથી ટ્રેડ વૉર ચાલે છે. ચીનનું અર્થ વ્યવસ્થા નાજૂક તબક્કામાંથી પસાર થઇ રહયું છે  આ ઉપરાંત ભારત, ફિલિપાઇન્સ અને તાઇવાન સહિતના પાડોશી દેશો સાથે પણ સંબંધો તંગ રહયા છે તે જોતા ચીનના રક્ષા બજેટમાં વધારો નોંધપાત્ર વધારો થયો છે.

નિષ્ણાતોનું માનવું છે કે ચીને બજેટ ખર્ચ વધારીને તાઇવાનની નીતિને લઇને દુનિયાને મોટો સંકેત આપ્યો છે. ચીન વન ચાઇના પોલિસી અંર્તગત તાઇવાનને પોતાનો હિસ્સો ગણતું હોવાથી આગામી સમયમાં તાઇવાન પર સૈન્ય દબાણ વધારી શકે છે. ચીની સેનાઓના સર્વોચ્ચ કમાંડર શી જિનપિંગના રાષ્ટ્રપતિ પદ દરમિયાન સંરક્ષણ બજેટમાં સતત વધારો થતો રહયો છે. ૨૦૧૩માં ૭૨૦ બિલિયન યુઆન હતું જે વધીને  ૧.૬૪ ટ્રિલિયમ યુઆન થયું છે.

ચીનના સંરક્ષણ બજેટમાં વધારો તેના વાર્ષિક ઘરેલુ આર્થિક વિકાસ (જીડીપી)ના દરની સરખામણીમાં વધારે છે. ચીનના પાડોશી દેશો અને એમેરિકા ચીનના સંરક્ષણ બજેટ પર ચાંપતી નજર રાખે છે. છેલ્લા ૩૦ વર્ષમાં એક પણ ચીને સંરક્ષણ બજેટમાં કયારેય ઘટાડો કર્યો નથી. ચીનના બજેટનું લક્ષ્ય સૈન્યનું શસ્ત્રીકરણ છે. આ ઉપરાંત ૨૦૩૫ સુધીમાં પોતાના સૈન્યનું સંપૂર્ણ આધુનિકિરણ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

 


Google NewsGoogle News