ચીનનાં ડીપ સીક સિક્સથ જનરેશન ફાઇટર જેટ્સથી દુનિયાભરમાં પ્રસરેલો ભારે ગભરાટ
- ચીને દુનિયામાં સૌથી મોટાં એમ્ફીબિયન વૉર શિપ્સ રચ્યાં છે
- 1957માં તે સમયનાં સોવિયેત સંઘે સ્પુટનિક વહેતો મુકી સૌને આંચકો આપ્યો હતો : હવે ચીન AI અને ફાયર જેટ્સથી જગતને ધ્રુજાવે છે
નવી દિલ્હી : ૧૯૫૭માં તે સમયના સોવિયેત સંઘે સ્પુતનિક વહેતો મુકી સૌને આંચકો આપી દીધો હતો. હવે ચીન AI અને સિક્સથ જનરેશન ફાયટર જેટ્સથી જગત સર્વેને ધ્રુજાવી રહ્યું છે.
સ્પુતનિક મુવમેન્ટ તરીકે ઓળખાતી તે સમયમાં અમેરિકાને ખ્યાલ આવી ગયો કે સોવિયેત રશિયા પાસે તેના કરતાંં વધુ સારા વિજ્ઞાાનીઓ અને વધુ સારા ટેક્નિશિયન્સ છે. આવી જ સ્પુટનિક મુવમેન્ટનો સામનો અમેરિકા અને વિશ્વ સમસ્ત ચાયનાએ લોન્ચ કરેલાં સિક્સથ જનરેશન ફાયટર જેટસ સાથે વિશ્વ સમક્ષ આવી ઊભી છે. તેણે આર્ટિફિશ્યઇન્ટેલિજન્સમાં તો મેદાન મારી દીધું છે.
ગયા મહિને ચાયનાએ તેનાં સિક્સથ જનરેશન સ્ટીલ્ધ (રેડારમાં ન પકડાય તેવાં) ફાયટર જેટ્સ આકાશ સ્થિત કરી વિશ્વને આંચકો આપ્યો છે. પ્રશ્ન તે છે કે આ ડીપ સીક ને લીધે અમેરિકાના ટેક્નિશ્યન્સ અને ઇન્વેસ્ટર્સ ગાભરા શા માટે બન્યા છે ? તેનું એક કારણ તે છે કે ચીન ઓછામાં ઓછા ખર્ચે તે બનાવી શક્યું છે. જેમ તેણે ઓછામાં ઓછા ખર્ચે ઓપન એ આઈ, ચેટ જીટીપી બનાવ્યું હતું. એ.આઈ.એમ વિકસાવવા માટે ચીને માત્ર ૬૦ લાખ ડોલર્સ જ ખર્ચ્યા છે. જ્યારે અમેરિકાની ગૂગલ કે મેટાએ બિલિયન્સ ડોલર્સ ખર્ચ્યા છે.
ચીનના એ.આઈ.માં ખર્ચ ઘણો જ ઓછો થવા ઉપરાંત તેનું પરફોર્મન્સ, યુ.એસ. એમ સ્ટોર કરતાં વધુ શ્રેષ્ઠ રહ્યું છે. તે યુ.એસ., યુ.કે. કેનેડા કે સિંગાપુરમાં ચેટ જીટીપી કરતાં વધુ સારું છે. વળી પેઇડ ડીપ સીકનું લવાજમ માસિક ડોલર ૦.૫૦ (૫૦ સેન્ટ) જેટલું જ છે. જ્યારે બીજી કંપનીઓનાં લવાજમ તો દર મહિને ૨૦ ડૉલરથી તો શરૂ થાય છે. તે સર્વવિદિત છે કે વિશ્વની ખ્યાતનામ કંપની નિવિદાએ ૫૮૯ બિલિયન ડોલર્સ ગુમાવ્યા હતા.
આ ફાયટર જેટસ ઉપરાંત અને દુનિયાનાં સૌથી મોટાં એમ્ફીબિયન વૉર શિપ્સ બનાવ્યા છે. સહજ છે કે તે તાઈવાન ઉપર હુમલો કરવા માટે વાપરવા તે વિચારે છે.