ચીનનો ખતરનાક વાયરસ HMPV દુનિયામાં ફેલાઈ રહ્યો છે, ભારતે તેનો સામનો કરવા અગાઉથી તૈયારીઓ શરૂ કરી છે
- આ એચએમ પીવી વિષાણુ સામે કોઈ વેક્સિન નથી
- ઘરની બહાર નીકળતાં પહેલાં માસ્ક પહેરી લેવો : સંક્રમિત સાથે હાથ ન મેળવવા તબીબી સલાહ વિના કોઈ દવા ન લેવી : ભીડથી દૂર રહો : તે શ્વાસથી પણ ફેલાય છે
નવી દિલ્હી : વાસ્તવમાં ચીન પોતે જ ખતરનાક વાયરસ છે. તેણે કોરોના વાયરસને જન્મ આપ્યો છે. હવે તેથી પણ ખતરનાક તેવો HMPV વાયરસને દુનિયાભરમાં એક્ષપોર્ટ કરી રહ્યું છે. તો પૂર્વ ગોળાર્ધમાં પગ ફેલાવી દુનિયાને તંગ કરી રહ્યું છે.
આમ છતાં કહે છે કે આ હ્યુમન મેટાન્યુમો વાયરસથી કોઇને કશો ખતરો નથી, તો બીજી તરફ તેની હોસ્પિટલો આ વાયરસની ઝપટમાં આવી ગયેલાઓથી ભરાઈ ગઈ છે. હોસ્પિટલોમાં તબીબી અન્ય કર્મચારીઓ માસ્ક પહેરી સફેદ ડગલાં પહેરી પોતાને રક્ષે છે.
સૌથી ગંભીર વાત તો તે છે કે આ વાયરસ સંક્રમિતતા શ્વાસ દ્વારા પણ આ વાયરસ ફેલાઈ શકે છે. મીડીયા રીપોર્ટ જણાવે છે કે પાંચ વર્ષ પૂર્વે કોરોના સમયે જે પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે.
કોરોના અંગે કહેવામાં આવ્યું હતું કે તે ચીનના માંધાતા માયો-ત્સે-તુંગનાં જન્મમાં નગર વૂહાન સ્થિત ચીનની સૌથી મોટી લેબોરેટરીમાં ચામાચીડીયાં ઉપર કરાયેલા પ્રયોગોમાંથી જ કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ગયો હતો.
ભારતમાં આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી રાષ્ટ્ર જોગ સૂચના પ્રમાણે સૌ કોઈએ સાવચેતી રહેવાની જરૂર છે. અત્યારે તે વાયરસ ભારત સુધી પહોંચ્યો નથી છતાં અગાઉથી જ સાવચેત રહેવું જરૂરી છે. ભારત તે અંગે બાજ નજરથી તપાસ કરી રહ્યું છે.
આમ છતાં ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ લિંગે કહ્યું હતું કે શિયાળાની ઋતુમાં શ્વસનતંત્ર પર સંક્રમણ સૌથી વધુ થાય છે. હું તમોને ખાતરી આપું છું કે ચીનની સરકાર ચીનના નાગરિકો અને વિદેશથી આવતા સહેલાણીઓમાં સ્વાસ્થ્યની પણ પૂરી દરકાર રાખે છે. ચીનની યાત્રાએ આવનારા પણ સંપૂર્ણ સુરક્ષિત છે. અહીં કોઈ ભય નથી.
ચીનનાં પ્રવક્તા ભલે ગમે તે કહે પરંતુ કોરોનાથી પણ વધુ ખતરનાક તેવા આ રોગચાળાથી સાવચેત રહેવું જરૂર છે. તેમ ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. મંત્રાલય વધુમાં જણાવે છે કે આ રોગનાં વિષાણુ વૃદ્ધ તેમજ બાળકો જેઓની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક) ઘણી ઓછી હોય તેઓએ ઘણાં સાવચેત રહેવાની જરૂર છે.
સરકારે તે માટે જાહેર કરેલી સૂચના પ્રમાણે આપણી હોસ્પિટલોને તે રોગના સંભવિત દર્દીઓ માટે હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર રખાયા છે.
જનતાને કહેવામાં આવ્યું છે કે આ વાયરસ ખાંસી કે છીંક દ્વારા પણ ફેલાઈ શકે છે. તે શ્વાસથી પણ ફેલાતો હોય ભીડવાળી જગ્યાએથી દૂર રહેવું. ઘરની બહાર નીકળતાં માસ્ક પહેરવો કારણ કે તે ખાંસી અને છીંક કે શ્વાસ દ્વારા પણ ફેલાય છે. સંક્રમિત વ્યક્તિ સામે હાથ પણ ન મેળવવા ઘરમાં આવી સાબુથી સારી રીતે હાથ ધોવા. ડૉક્ટરની સલાહ વિના કોઈ દવા ન લેવી. ભીડવાળી જગ્યાએ ન જવું કારણ કે તે રોગ શ્વાસથી ફેલાય છે. આ એચએમપીવી વાયરસ સામે કોઈ રસી નથી.
ટૂંકમાં આ ભયંકર વાયરસ ક્યારેય જીવલેણ પણ બની શકે તેમ છે. તેથી સંપૂર્ણ સલામતી અનિવાર્ય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોએ વધુ ધ્યાન રાખવું.
વધુ ભય તે પણ છે કે કોરોના જેવાં જ લક્ષણો ધરાવતા આ રોગ સાથે કોરોના પણ ઠંડીની ઋતુમાં ફેલાઈ રહે તેવી આશંકા છે.