ચીનના આક્રમણને લીધે ભારત અમેરિકા સાથે અભૂતપૂર્વ સંબંધો બાંધશે : યુએસના પૂર્વ અધિકારી
- મેક-માસ્ટરે ડોવીલ, જયશંકર અને મોદીની મુલાકાત પછી લખેલા પુસ્તકમાં ઘણા ઘણા ઘટસ્ફોટો કર્યા છે
વોશિંગ્ટન : ચીનનાં આક્રમણને લીધે નરેન્દ્ર મોદીની સરકાર અમેરિકા સાથે અભૂતપૂર્વ સંબંધો બાંધવા ઇચ્છે છે, પરંતુ તે સાથે તે ફસાઈ ન જાય તેમજ તેને (અમેરિકા) અધ વચ્ચેથી જ પડતા મુકી દે તેવી આશંકાથી સાવચેતીપૂર્વક આગળ વધવા માગે છે. તેમ અમેરિકાના નેશનલ સિકયુરીટી એડવાઇઝર લેફ. જન. (નિવૃત્ત) એચ.આર. મેક માસ્ટરે તેઓના સૌથી છેલ્લા પુસ્તકમાં લખ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર પદે હતા. તેઓએ તેમના પુસ્તક એટ-વોર-વીથ અવરસેલ્વઝમાં તેઓની ભારતના એન.એસ.એ. અજિત ડૉવલ સાથેની મુલાકાત વિષે પણ લખ્યું છે. જો કે તેના બીજા જ દિવસે તેઓને તે પદ ઉપરથી દૂર કરાયા હતા, તે અલગ વાત છે. તેઓએ લખ્યું છે કે, મને તે પદ ઉપરથી દૂર કરવામાં આવ્યો તેની આગળના દિવસે મેં અજિત ડોવલને ડીનર આપ્યું હતું. જે બે નદીઓના સંગમ સ્થળે આવેલા શાંત સ્થળ ફોટ-મેકનૈરમાં આપ્યું હતું. અમે ઘણી ધીમેથી વાતો કરી હતી અને એવું દેખાડતા હતા કે જાણે અમે રૂટીન સબ્જેકટસ પર જ વાતો કરી રહ્યા છીએ. મને આશ્ચર્ય તો તે થયું કે જયારે દોવલે મને કહ્યું, આપણી આ સ્તરની મૈત્રી કેટલો સમય ચાલશે ? તેનો સીધો જ અર્થ તે હતો કે મને તે પદ પરથી દૂર કરવામાં આવશે.
મેક-માસ્ટરે વધુમાં લખ્યું છે કે મેં તે સમયે ઓગસ્ટમાં ટ્રમ્પે તૈયાર કરેલી દક્ષિણ એશિયાની ૧૦ વર્ષનાં યુદ્ધ દરમિયાન ચાલી રહેલી અમેરિકાની રણનીતિની પણ સમીક્ષા કરી હતી.
મેક-માસ્ટરે એપ્રિલ ૧૪ થી ૧૭ દરમિયાન અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને અમેરિકાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઓએ તે સમયનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, વિદેશ સચિવ પદે રહેલા જયશંકર તેમજ એ.એસ.એ. દોવલની સાથે પણ ચર્ચા કરી હતી.
જનરલ (મિ.) ચેક માસ્ટરે તે પુસ્તકમાં આગળ લખ્યું છે કે, શી-જિન-પિંગની આક્રમક નીતિને લીધે વિશ્વની બે સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીઓ નજીક તો આવી જ ગઈ છે, પરંતુ ભારતને ભય તે છે કે અમેરિકા કદાચ તેને અધવચ્ચે પડતું મુકી દે. બીજી તરફ દક્ષિણ એશિયામાં અમેરિકાની દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવાની (ભારત) અને પાકિસ્તાન બંને સાથે સંબંધો જાળવવાની) નીતિને લીધે ભારત અમેરિકાથી થોડું સાવચેત રહે છે. આ કાલ્પનિક ચિંતાઓએ જ શીત-યુદ્ધ દરમિયાન ભારતે નામ (નોન-એલાઇન્ડ-મુવમેન્ટ) આંદોલન શરૂ કર્યું હતું. તો બીજી તરફ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાની પણ વ્યાપક ગતિવિધિ હાથ ધરી હતી. આ સાથે, તેઓએ ચીનની આક્રમક નીતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તે ભારતના ભોગે પૂર્વ ગોળાધર્માં પોતાનો પ્રભાવ પાથરવા માગે છે. તેથી વધુ ને વધુ લશ્કરી હાજરી તે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં રાખી રહ્યું છે. આથી ભારત, અમેરિકા, જાપાન અને તેમના જેવી સમાન વિચારધારા ધરાવનારા દેશોએ સાથે ઊભા રહેવું અનિવાર્ય છે. જેથી ઇન્ડો-પેસિફિક -રીજીયન મુક્ત અને ખુલ્લો રહી શકે. જે ચીનના વન બેલ્ટ વન રોડ પગલા માટે યોગ્ય ઉત્તમરૂપ બની રહે.