ઈરાનની મદદે ચીન! લેબેનોનને સહાય મોકલવાનો નિર્ણય લેતાં ઈઝરાયલ-અમેરિકા ટેન્શનમાં મૂકાયા
- ઇઝરાયલે હિઝબુલ્લાહનો ખાત્મો કરવા સોગંદ લીધા છે. તેણે લેબનોનમાં મોર્ચો ખોલ્યો છે, ચીન ત્યાં ઔષધો મોકલે છે
Israel vs Iran War Updates | ઇઝરાયલે હિઝબુલ્લાહને ખતમ કરવાના સોગંદ લીધા છે. તેણે લેબનોનમાં મોર્ચો ખોલી નાખ્યો છે. તેવામાં ચીને લેબનોનને ઇમર્જન્સી મેડીકલ એઇડ (આપાતકાલીન ઔષધીય સહાય) મોકલવા નિર્ણય લીધો છે.
મધ્ય પૂર્વમાં હવે યુદ્ધ સીધુ ઇઝરાયલ ઇરાન વચ્ચે જામવાની આશંકા વચ્ચે હવે ચીન ઔષધો મોકલવાનાં બહાને તે યુદ્ધાં કૂદી પડવા તૈયાર થયું છે. આ તરફ ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહ ઉપર હુમલાની તીવ્રતા વધારી દીધી છે. તો હિઝબુલ્લાહે ઇઝરાયલનાં હાઈફા શહેર ઉપર 100થી વધુ મિસાઇલ્સ છોડયાં છે. ત્યાં તેણે તબાહી મચાવી છે. ત્યાં પરિસ્થિતિ તંગ બનતી રહી છે.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના પ્રવક્તા લી સિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લેબનોનમાં કેટલાયે સ્થળોએ વિસ્ફોટો અને બોમ્બ વર્ષા થઈ છે. તેથી અસંખ્ય લોકો ઘાયલ થયા છે. તેવી લેબનોન સરકારે અમોને જણાવ્યું હતું કે તમો આરોગ્ય સુવિધા આપો તેથી અમે લેબનોનમાં ઔષધો મોકલવા નિર્ણય લીધો છે.
કેટલાક નિરીક્ષકો કહે છે કે આ દ્વારા ચીન મધ્ય પૂર્વમાં પણ પેસારો કરવા માગે છે. ગાઝા યુદ્ધમાં રશિયા હિઝબુલ્લાહનાં મિત્ર જૂથ હમાસને સહાય કરી રહ્યું છે. ઉત્તર કોરિયા પણ સાથે જોડાવા પૂરો સંભવ છે. ટૂંકમાં ચીન ઉ.કોરિયા રશિયા અને ઇરાન ધરી સક્રિય બની રહી છે.