...તો ચીનને પડશે મોટો ફટકો ! હિંદ મહાસાગરમાં દબદબો વધારવા ભારત-અમેરિકાએ શરૂ કરી કવાયત
India-America Relation : ચીન હિંદ મહાસાગરમાં છેલ્લા ઘણાં સમયથી પોતાનું પ્રભુત્વ વધારી રહ્યો છે, જેના કારણે ભારત અને અમેરિકા બંને દેશો ચિંતિત છે. અમેરિકાએ ડ્રેગનના પ્રભાવને અટકાવવા માટે આજે મોટી જાહેરાત કરી છે. અમેરિકી રાજ્યના નાયબ સચિવ કર્ટ એમ કેમ્પબેલ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, હિંદ મહાસાગરમાં પ્રભાવ વધારવા માટે અમેરિકા ભારતનો ગાઢ સહયોગ ઈચ્છે છે.
હિંદ મહાસાગર મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે યોજાશે સત્ર
કેમ્પબેલે હાઉસ ફોરેન અફેર્સ કમિટી રિપબ્લિકનમાં નિવેદન આપ્યું છે કે, ‘હું તમને માહિતી આપવા માંગું છું કે, અમેરિકા અને ભારત હિંદ મહાસાગર પર એક સત્ર યોજવા જઈ રહ્યા છે, જેમાં અમારી આંતરિક ચિંતાઓ શું છે, આપણે બંને દેશો એક સાથે કેવી રીતે ચર્ચા કરી શકીએ છીએ? તે તમામ મુદ્દાઓ પર અમે વાતચીત કરીશું.
આ પણ વાંચો : ઈઝરાયલ પર થયો સાયબર હુમલો? અડધી રાતે અચાનક એક પછી એક મોબાઇલ વાગતાં હડકંપ
અમે હિંદ મહાસાગરમાં ભારત સાથે કામ કરવા ઉત્સુક : અમેરિકા
WIONના અહેવાલોમાં જણાવ્યા મુજબ, અમેરિકા હિંદ મહાસાગરમાં ભારત જેવા ભાગીદાર સાથે કામ કરવા ઉત્સુક છે. આ માર્ગ વૈશ્વિક વેપાર માટે ખૂજ મહત્ત્વનો છે. વિશ્વના અનેક દેશો માટે હિંદ મહાસાગર અતિમહત્વનો રૂટ છે, અહીંથી અનેક માલવાહક જહાજો પસાર થતા હોય છે.
અનેક દેશો માટે હિંદ મહાસાગરનો રૂટ ખૂબ જ મહત્ત્વનો
એક અંદાજ મુજબ વિશ્વનો 60 ટકા સમુદ્રી વેપાર હિંદ મહાસાગરના રૂટ પરથી જ પસાર થાય છે. આ રૂટ પરથી વિશ્વના એક તૃતીયાંશ કન્ટેનર કાર્ગો, વિશ્વના બે તૃતીયાંશ તેલ શિપમેન્ટ, લગભગ 36 મિલિયન બેરલની આયાત-નિકાસ થાય છે.
આ પણ વાંચો : હજુ તો શરૂઆત છે, હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે...' ઈઝરાયલની નવી ધમકીથી હડકંપ
ચીન હિંદ મહાસાગરમાં વિમાનવાહક જહાજ ઉતારવાની તૈયારીમાં
ભારત, અમેરિકા અને ચીન સહિત અનેક દેશો માટે વેપારનો મુખ્યમાર્ગ ગણાતું હિંદ મહાસાગર મહત્વનો રૂટ છે અને આ રૂટ પર સૌથી વધુ ચીને પોતાનો પ્રભાવ વધાર્યો છે. અહીં તેણે સૈન્ય અડ્ડો તો પહેલેથી જ સ્થાપી દીધો છે, ત્યારે હવે તે હિંદ મહાસાગરમાં કાયમી વિમાનવાહક જહાજ ઉતારવાની તૈયારીમાં છે, જેના કારણે ભારત અને અમેરિકા બંને દેશો ચિંતિત છે. આવી સ્થિતિમાં બંને દેશો આ મુદ્દાઓ પર સાથે કામ કરવા રાજી થઈ શકે છે.