mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અમેરિકાની જૂની વાત સાચી પડી : રશિયાના પગલે ચાલ્યુ ચીન, પરમાણુ હથિયારોને લઈ ડ્રેગનની મોટી ચાલ

ચીનનું માનવું છે કે, રશિયા પાસે મોટો પરમાણુ જથ્થો, તેથી નાટો દેશોએ તેની વિરૂદ્ધ સીધી કાર્યવાહી ન કરી

રશિયા પાસે 5977, અમેરિકા પાસે 5428 પરમાણુ હથિયારો, ચીન પણ પરમાણુ હથિયારો વધારવાની તૈયારીમાં

Updated: Feb 13th, 2023

અમેરિકાની જૂની વાત સાચી પડી : રશિયાના પગલે ચાલ્યુ ચીન, પરમાણુ હથિયારોને લઈ ડ્રેગનની મોટી ચાલ 1 - image

બીજીંગ, તા.13 ફેબ્રુઆરી-2023, સોમવાર

તાઈવાન મુદ્દે અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીને તેના પરમાણુ ભંડારમાં વધારો કરવાની યોજના બનાવી છે. ક્યોદો સમાચાર એજન્સીને ટાંકીને જણાવાયું છે કે, ચીન 2035 સુધીમાં તેના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી 900 કરવાની યોજના બનાવી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે, જેને ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગે મંજૂરી પણ આપી દીધી છે. આ બ્લૂપ્રિન્ટ મુજબ ચીન અમેરિકા વિરૂદ્ધ પોતાની સેનાની તાકાત વધારવા જોરશોરથી કામ કરી રહ્યું છે.

અમેરિકાને ચીનના પરમાણુ હથિયારોના પ્લાન અંગે અગાઉથી જ જાણ

અમેરિકા અગાઉથી જ જાણે છે કે, ચીનની પરમાણુ હથિયારો વધારવાની યોજના બનાવી રહ્યું છે. વર્ષ 2022માં અમેરિકાએ કહ્યું હતું કે, ચીન પોતાના પરમાણુ ભંડારને વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. અમેરિકાએ દાવે કર્યો હતો કે, ચીન વર્ષ 2035 સુધીમાં તેના હથિયારોની સંખ્યા વધારી 1500 કરવાની યોજના બનાવી રહ્યું છે, ત્યારે તાજેતરના રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટી થઈ ગઈ છે. ચીની સેનાનું આધુનિકીકરણનું કામ વર્ષ 2035 સુધીમાં પૂર્ણ થઈ જશે.

રશિયા પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર

મીડિયા અહેવાલ મુજબ, રશિયા-યૂક્રેન યુદ્ધમાં રશિયાનું આક્રમક વલણ છતાં નાટો દેશોએ રશિયા વિરૂદ્ધ સીધી કાર્યવાહી કરી નથી. ચીનને લાગી રહ્યું છે કે, આનું સૌથી મોટું કારણ રશિયા પાસેનો પરમાણુ ભંડારનો મોટો જથ્થો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના અહેવાલો મુજબ હાલના સમયે રશિયા પાસે 5977 પરમાણુ હથિયારો છે. તો અમેરિકા પાસે 5428 પરમાણુ હથિયારો છે. તો ચીન તેના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી વર્ષ 2027 સુધીમાં 550 અને 2035માં 900 કરવાની યોજના બનાવી રહી છે.

Gujarat