અત્યારે ચીને પનામા કેનાલ ઉપર કબ્જો જમાવ્યો છે તેથી ટ્રમ્પે પનામા કેનાલ હાથ કરવા પ્રથમ વક્તવ્યમાં કહ્યું છે
- કદાચી 77082 ચો.કિ.મી.ના દેશ પર ટ્રમ્પ કબ્જો જમાવે
- પનામા કેનાલ 1931-32 માં અમેરિકાએ જ બનાવી હતી, તે અદ્ભુત ઈજનેરી સિદ્ધિ હતી, '77 સુધી તેની ઉપર યુ.એસ.નું પ્રભુત્વ હતું કાર્ટરે મૂર્ખાઈ કરીને પનામાને સોંપી
વૉશિંગ્ટન : ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદ સંભાળ્યા પછી પહેલા જ વક્તવ્યમાં પનામા ઉપર વચનભંગ કર્યાનો આક્ષેપ મુકતા કહ્યું હતું કે હવે તેઓ પનામા કેનાલ પરનો અમેરિકાનો કબ્જો પાછો સ્થાપી દેશે. તેઓએ વધુમાં કહ્યું કે તે મૂર્ખતા ભરેલી ભેટ ખરેખર તો આપવા જેવી જ ન હતી. અમેરિકી જહાજો પ્રત્યે અન્યાય પૂર્ણ વ્યવહાર પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે ચીન ઉપર આક્ષેપો કરતા પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને જ તે કેનાલ ઉપર કબ્જો જમાવી દીધો છે અને તેનું સંચાલન કરી રહ્યું છે.
તેઓએ વધુમાં કહ્યું કે પનામા દેશે ચીનને તે કેનાલનું સંચાલન કરવા સંમતિ આપી તે મુળભુત રીતે અમેરિકા સાથેની દગાખોરી જ છે. તે કેનાલ બાંધવામાં ખર્ચ એમેરિકાએ જ કર્યો હતો. તેની રચના કરનારા અમેરિકન્સ હતા. તેની રચના દરમિયાન ૩૮ અમેરિકનોના જાન પણ ગયા હતા. તે સમયે પનામા દેશ સાથે થયેલા કરારો મુજબ પનામા કેનાલ પર અમેરિકાનો કબ્જો પનામા રાષ્ટ્રે સ્વીકાર્યો હતો. પરંતુ ૧૯૭૭માં કાર્ટર તંત્રે મુર્ખતા કરી માત્ર એક ડૉલરમાં અમેરિકાના તે અધિકારો પનામા દેશને આપી દીધા હતા. તેથી તે કેનાલ પર પનામાનું સાર્વભૌમત્વ મળ્યું.
કરારો પ્રમાણે પનામાએ અમેરિકાના વિરોધી દેશોના યુદ્ધ-જહાજો તેમાંથી પસાર થવા દેવાના. દેશના ન હતા પરંતુ, ચીનના દબાણ નીચે તેણે ચીનના યુદ્ધ જહાજોને પસાર થવા દેવા મંજુરી આપી છે. આ ચલાવી શકાય નહીં, અમેરિકાએ પનામા કેનાલ પર ફરી કબ્જો જમાવી જ દેવો જોઈએ. પનામાએ જહાજો ઉપર લાદેલો ૧૦ ટકાનો (વજન પ્રમાણેનો) ટેક્ષ વધારી ૨૫ ટકા કરી નાખ્યો છે. જે સ્થાયી છે.
નિરીક્ષકો તેવી ભીતિ સેવે છે કે ટ્રમ્પ માત્ર પનામા નહેર જ નહીં પરંતુ ૭૭૦૮૨ ચો.કિ.મી.ના આ સમગ્ર દેશ પર પણ કબ્જો જમાવી દેશે.