ચીને શિકારીનો જ શિકાર કરે તેવું હથિયાર તૈયાર કર્યું, સમુદ્રના ઊંડાણથી આકાશમાં પ્રહાર કરવા સક્ષમ
China Deep Sea Radar: ચીનના ગુપ્તચર નેટવર્કે એક મોટી તકનીકી સફળતા હાંસલ કરી છે. ચીની વિજ્ઞાનીઓએ વિશ્વનું પહેલું 'ડીપ સી રડાર' બનાવ્યું છે જે ઊંચાઈ પર ઉડતા વિમાનોને શોધી શકે છે. હવે આનાથી અમેરિકાના U-2 જાસૂસી વિમાન માટે ખતરો વધી શકે છે. અમેરિકા આ જ વિમાનની મદદથી ચીન અને રશિયાની જાસૂસી કરે છે. આ વિમાન આકાશમાં ખૂબ જ ઊંચાઈએ ઉડે છે, જેના કારણે સામાન્ય રડારથી તેને શોધવું મુશ્કેલ બની જાય છે. હવે આ રડારની મદદથી ચીન સમુદ્રના યુદ્ધના ભવિષ્યને નવો આકાર આપી શકે છે. આમ ચીને શિકારીનો જ શિકાર કરે તેવું હથિયાર તૈયાર કર્યું છે જે સમુદ્રના ઊંડેથી આકાશમાં પ્રહાર કરવા સક્ષમ છે.
આ પ્રોજેક્ટમાં સામેલ વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે એક ગુપ્ત સ્થળે, 1,000 મીટર(3,280 ફૂટ)ની ઊંડાઈએ સમુદ્રતળ પર તહેનાત એકોસ્ટિક સેન્સર એરે રડારે 5,000 મીટરની ઊંચાઈએ ઉડતા ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટને સફળતાપૂર્વક શોધી કાઢ્યું અને તેને ટ્રેક કર્યું. આ અભૂતપૂર્વ ડીપ સી રડારમાં ચીનની સબમરીનને સબમરીન વિરોધી યુદ્ધના ખેલમાં શિકારથી શિકારીઓમાં પરિવર્તિત કરવાની ક્ષમતા છે.
જો કોઈ વિમાન અત્યાધુનિક સેન્સરથી સજ્જ હોય, તો તે સબમરીનને તેની જાણ વિના જ ઓળખી શકે છે અને ટોર્પિડો કરી શકે છે. પરંતુ જો સબમરીન અંડર સી રડારથી ચેતવણીઓ મેળવી શકે અને ઉપરના વિમાનનું અંદાજિત લોકેશન મેળવી શકે, તો તેઓ તેને નષ્ટ કરવા માટે પાણીની અંદરથી મિસાઇલને લોન્ચ કરી શકે છે.
અત્યાર સુધી અન્ય કોઈ દેશમાં આ એડવાન્સ ઓળખ ટૅક્નોલૉજી નહોતી. વિમાન દ્વારા ઉત્પન્ન થતાં મોટાભાગના ધ્વનિ તરંગો સમુદ્રની સપાટી પરથી આકાશમાં પાછા પ્રતિબિંબિત થાય છે, અને માત્ર એક નાનો ભાગ પાણીમાં પ્રવેશ કરે છે. આ ધ્વનિ તરંગો ત્યારે વિવિધ તાપમાન, ઘનતા અને ક્ષારના દરિયાઈ પાણીના સ્તરો તેમજ સમુદ્રી પ્રવાહો અને વહેણમાંથી પસાર થાય છે ત્યારે તે ભારે થઈ જાય છે.
દાયકાઓના રિસર્ચ અને વિકાસ બાદ ચીન અને કેટલીક અન્ય સમુદ્રની શક્તિઓએ સમુદ્ર તળ આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને ઓછી ઊંચાઈ પર ઉડાન ભરતાં લક્ષ્યોને શોધવામાં સફળતા મેળવી છે. પરંતુ ઊંડા પાણીમાં મોટી ઊંચાઈ ધરાવતા લક્ષ્યોને શોધવું એ એક મોટો પડકાર માનવામાં આવતો હતો. ચાઇનીઝ ઍકેડેમી ઑફ સાયન્સના એકોસ્ટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ઝાંગ બો અને પેંગ ઝાઓહુઈના નેતૃત્વમાં રિસર્ચ ટીમે એક અનોખી પદ્ધતિનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેમણે એવો સિદ્ધાંત આપ્યો કે, વિમાન દ્વારા ઉત્સર્જિત ધ્વનિ તરંગોનો એક હિસ્સો સમુદ્રના તળિયા સાથે અથડાયા બાદ સમુદ્રની સપાટી પર પાછો ફરશે અને તે ફરીથી ઉછળી શકે છે, જેનાથી આ તરંગો લાંબા અંતર સુધી યાત્રા કરી શકે છે. આ નબળા સંકેતોને પકડીને અને તેનો ઉપયોગ કરીને સંશોધકોનું માનવું હતું કે, તેઓ ડિટેક્શનની સંવેદનશીલતામાં મોટા પાયે વધારી શકે છે, જેનાથી ચીની સૈન્યની ગુપ્ત માહિતી એકત્ર કરવાની તાકાતમાં મોટા પ્રમાણમાં વિસ્તાર થઈ શકે છે.