Get The App

‘પુતિનને સમજાવો...’ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે માંગી મદદ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
‘પુતિનને સમજાવો...’ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે માંગી મદદ 1 - image


Russia-Ukraine war : અમેરિકા અવાર-નવાર ચીન (China) પર શાબ્દિક પ્રહારો કરતું રહ્યું છે, જોકે આ વખતે નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) પાસે મદદ માંગી છે. સીરિયામાં બશર અલ-અસદની સરકારનું પતન થયા બાદ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘રશિયાએ હવે સમજી જવું જોઈએ કે, તેની અને ઈરાનની હાલત નબળી પડી ગઈ છે. ચીન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ને સમજાવવા માટે મદદ કરી શકે છે. હું પુતિનને સારી રીતે ઓળખું છું. ચીને પુતિનને સમજાવવા માટે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. ચીન તેમાં મદદ કરી શકે છે. દુનિયા રાહ જોઈ રહી છે.’

રશિયા-ઈરાન નબળું પડ્યું, ઈઝરાયેલ સફળ થયું : ટ્રમ્પ

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, ‘હાલના સમયમાં રશિયા અને ઈરાન નબળું પડી ગયું છે. તેઓ યુક્રેન વિરુદ્ધના યુદ્ધ તેમજ ખરાબ અર્થતંત્રના કારણે નબળા પડી ગયા છે. બીજીતરફ ઈઝરાયેલ યુદ્ધમાં સફળતા મેળવી રહ્યું છે. આ જ કારણે વોલોડીમિર ઝેલેન્સ્કી (Volodymyr Zelensky) અને યુક્રેન સમજુતી કરવા અને ગાંડપણ રોકવા માંગે છે.

આ પણ વાંચો : આંખનો ડૉક્ટર કઈ રીતે બન્યો સીરિયાનો ક્રૂર તાનાશાહ? 30 વર્ષ અગાઉ એક દુર્ઘટનાથી બદલાયું જીવન

‘રશિયાએ સીરિયામાં તમામ રસ ગુમાવી દીધો’

ટ્રમ્પે પુતિનને આપેલા મેસેજમાં સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે સીરિયા (Syria)ના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ (Bashar al-Assad)ની સરકારનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે યુક્રેનમાં યુદ્ધને કારણે રશિયાએ સીરિયામાં તમામ રસ ગુમાવી દીધો છે.

રશિયા અને ઈરાન બંને નબળા

તેમણે એમ પણ કહ્યું કે, ‘રશિયા-ઈરાન બંને યુદ્ધને કારણે નબળા પડી ગયા છે. અસદ જતા રહ્યા છે, તેઓ પોતાના દેશમાંથી ભાગી ગયા છે. વ્લાદિમીર પુતિનના નેતૃત્વ હેઠળના રક્ષક રશિયા હવે તેમને બચાવવામાં રદ દાખવતા નથી. રશિયા સીરિયામાં હોવાનું કોઈ કારણ નથી. યુક્રેનના કારણે સીરિયામાં રશિયાનો રસ ખતમ થઈ ગયો છે. યુક્રેન યુદ્ધમાં લગભગ 6 લાખ રશિયન સૈનિકો ઈજાગ્રસ્ત અથવા માર્યા ગયા છે. આ એક એવું યુદ્ધ છે, જે ક્યારે શરૂ કરવાની જરૂર ન હતી.’

આ પણ વાંચો : એક સમયે જનતા પર ચલાવી હતી તોપ, લાખોના મોત... સીરિયામાં અસદ પરિવારના 50 વર્ષના શાસનનું પતન

સીરિયામાં અશાંતિની સ્થિતિ

આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા (America)ને સીરિયાથી દૂર રહેવું જોઈએ. તેમણે સીરિયાને ‘ગડબડ’વાળી જગ્યા પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘સીરિયા એક ગડબડ સ્થિતિમાં છે, પરંતુ તે અમારો મિત્ર નથી અને અમેરિકાને તેની સાથે કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. આ અમારી લડાઈ નથી. તેને ચાલવા દો. તેમાં સામેલ ન થાઓ.’


Google NewsGoogle News