આ 4 દેશોએ પરમાણુ હથિયારો મામલે અમેરિકા-બ્રિટનને માથું ખંજવાળતા કરી દીધા, દુનિયાભરમાં હડકંપ

ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાએ તૈયાર કરી ચોકડી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
આ 4 દેશોએ પરમાણુ હથિયારો મામલે અમેરિકા-બ્રિટનને માથું ખંજવાળતા કરી દીધા, દુનિયાભરમાં હડકંપ 1 - image


China Russia Iran And North Korea Formed Quartet On Nuclear Weapon : યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે દેશવ્યાપી પરમાણું યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી છે. તેનાથી પશ્ચિમી દેશોની ચિંતામાં વધારો થયો છે.અમેરિકાના સુરક્ષા મંત્રાલયે એક રિપોર્ટનો ઉલ્લેખ કરી દાવો કર્યો છે કે આગામી દિવસોમાં ઈરાન પરમાણું હથિયાર બનાવી રહ્યું છે. આ કારણે અમેરિકાના સેટેલાઈટ સુપર એક્ટીવ થઇ ગયા છે અને આકાશથી ઈરાનના સંભવિત ન્યુલિયર ડેવલપ લોકેશનની હાઈ રીઝોલ્યુશન કેમેરાથી તસ્વીરો લઈ રહ્યા છે. અમેરિકા ત્રીજી આંખથી ઈરાન અને રશિયામાં જમીનથી લઈને સમુદ્ર સુધી તેની દેખરેખ કરી રહ્યા છે.

ઈરાન આગામી બે સપ્તાહમાં પરમાણુ બોમ્બ બનાવી શકે

અમેરિકાના સુરક્ષા મંત્રાલયે એક રિપોર્ટનો ઉલ્લેખ કરી દાવો કર્યો છે કે આગામી દિવસોમાં ઈરાન પરમાણું હથિયાર બનાવી રહ્યું છે. આ કારણે અમેરિકાના સેટેલાઈટ સુપર એક્ટીવ થઇ ગયા છે અને આકાશથી ઈરાનના સંભવિત ન્યુલિયર સ્ટ્રેટેજી ફોર કાઉન્ટરિંગ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન રિપોર્ટ 2023ને ટાંકીને કહ્યું છે કે ઈરાન આગામી બે સપ્તાહમાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે.

ઈરાન-ઈરાક બોર્ડર પર સ્થિત પહાડોમાં નતાન્ઝ ન્યુક્લિયર સાઈટ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન પાસે 14 દિવસમાં પરમાણુ હથિયાર તૈયાર કરવા માટે રો મટીરીયલ તૈયાર છે.  ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ માહિતી પણ છે.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી સ્તર સુધી યુરેનિયમ તૈયાર કર્યું છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાન ઘણી મહત્વની જગ્યાઓ પર કેમેરા લગાવવાની મંજૂરી નથી આપી રહ્યું. તેથી તેનું યુરેનિયમ સ્તર ચોક્કસ રીતે જાણી શકાયું નથી. આ પહેલા પણ  મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાન પર્વતીય વિસ્તારોમાં ટનલ ખોદીને પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. આ ટનલ ઈરાન-ઈરાક બોર્ડર પર સ્થિત પહાડોમાં નતાન્ઝ ન્યુક્લિયર સાઈટ પાસે છે.

ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાએ તૈયાર કરી ચોકડી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન ખતરાના રૂપમાં સામે આવ્યું છે. વધુમાં યુનાઇટેડ સ્ટેટ્સ માને છે કે ઈરાન તેની CWC જવાબદારીઓનું પાલન કરતું નથી. ઈરાને પણ સંપૂર્ણ રાસાયણિક શસ્ત્રો ઉત્પાદન સુવિધા ઘોષણા રજૂ કરી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનને રશિયા અને ચીન દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે, જે જૈવિક અને ઝેરી હથીયાર સંમેલન (BWEC) અને કેમિકલ વેપન્સ કન્વેન્શન (CWC)ના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા અને ચીન પણ આ મામલે ઉત્તર કોરિયાની મદદ કરી રહ્યા છે. આ ચાર દેશો (ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા - CRIK) ની ચોકડીએ પરમાણુ અપ્રસાર સંધિની જવાબદારીઓનું પાલન કરવા અંગેની ચિંતા વધારી દીધી છે.

અમેરિકા અને બ્રિટન સહિત તમામ 31 નાટો દેશોને આ  ચોકડીનો ડર 

અમેરિકા અને બ્રિટન સહિત તમામ 31 નાટો દેશો આ ચોકડીના નાપાક ઈરાદાઓથી ડરેલા છે. આ દેશોને ડર છે કે તેના જવાબમાં ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી શકે છે. આ સિવાય રશિયાના 11 ટાઈમ ઝોનમાં પરમાણુ હુમલાના દાવપેચ વધી શકે છે. જો બે સપ્તાહમાં પરમાણુ શસ્ત્રો બનાવવામાં આવે તો ઈરાનના પરમાણુ સ્થળ પર ઈઝરાયેલના હવાઈ હુમલાનું જોખમ પણ વધી શકે છે. એક રીતે જોઈએ તો આખું વિશ્વ પરમાણુ યુદ્ધની અણી પર ઉભું છે.


Google NewsGoogle News