ટ્રમ્પે ઝટકો આપ્યો તો ગુસ્સે થયું ચીન, કહ્યું- 'ખુદને બચાવવા માટે અમે કંઈપણ કરીશું'
Donald Trump Tariffs China: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનો મોટો ઝટકો આપતા મંગળવારે કહ્યું હતું કે, અમારી ટીમ 1 ફેબ્રુઆરીથી ચીન પર 10% ટેરિફ લગાવવા અંગે વિચારણા કરી રહી છે. હવે આ મુદ્દે રોષે ભરાયેલા ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે કંઈપણ કરીશું.'
ટ્રેડ વોર અને ટેરિફ વોરમાં કોઈ વિનર નથી હોતું
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, 'અમે હંમેશાથી એ માનતા આવીએ છીએ કે, ટ્રેડ વોર અને ટેરિફ વોરમાં કોઈ વિનર નથી હોતું. ખુદને બચાવવા માટે અમે કંઈપણ કરીશું.' ચીન અમેરિકાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ તથ્ય પર આધારિત રહેશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઈલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઈલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં 50 ગણું વધુ શક્તિશાળી અને નશો ઉત્પન્ન કરનારો પદાર્થ છે.
આ પણ વાંચો: અમેરિકામાં 10 લાખ ભારતીયોને ઝટકો, બર્થ રાઈટ અંગેના ટ્રમ્પના નિર્ણયથી ટેન્શન, જાણો મામલો
ચીન પર 1 ફેબ્રુઆરીથી ટેરિફ લગાવવાની તૈયારી
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઓરેકલના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માસાયોશી સોન અને ઓપન AIના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ નિર્ણય લીધો છે. એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, અમારી સરકાર 1 ફેબ્રુઆરી 2025થી ટેરિફ લાગુ કરવા પર વિચારણા કરી રહી છે.
શી જિનપિંગ સાથે ટ્રમ્પની મુલાકાત
અમેરિકન પ્રમુખે કહ્યું કે, મેક્સિકો અને ચીન પર અમે 25% ટેરિફ લગાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ગત અઠવાડિયે જ્યારે મેં ચીનના પ્રમુખ સાથે વાત કરી હતી ત્યારે ટેરિફ અંગે વધુ વાત ન કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે શી જિનપિંગને હસ્તક્ષેપ કરવા કહ્યું? આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ચીને આ સંદર્ભમાં બહુ કંઈ નથી કર્યું.