PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠકથી ચીનના પેટમાં તેલ રેડાયું, કહ્યું- 'કોઈ ત્રીજાને નુકસાન ન થાય'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અમેરિકન પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વાત થઈ અને ટ્રમ્પે ભારતને ફાઇટર જેટ F-35 પણ ઑફર કર્યું. વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક બાદથી ચીન ટેન્શનમાં મુકાયું છે. તેણે કહ્યું કે, બંનેની બેઠકથી કોઈ ત્રીજાને નુકસાન ન થવું જોઈએ. જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિશાને લાંબા સમયથી ચીન રહ્યું છે અને ભારતના પણ ચીન સાથેના સંબંધો ઘણા સારા નથી રહ્યા. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની બેઠક પર સતર્ક પ્રતિક્રિયા આપતા બીજિંગે શુક્રવારે કહ્યું કે, તેમના દ્વિપક્ષીય સહયોગમાં ચીનને મુદ્દો ન બનાવવો જોઈએ.
આ પણ વાંચો: ટ્રમ્પની આ ઓફર ભારતે ફગાવી દીધી, ટેરિફની ચર્ચા વચ્ચે વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
વૉશિંગ્ટનમાં મોદી અને ટ્રમ્પની બેઠક પર બાજ નજર રાખતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે, એશિયા-પ્રશાંત શાંતિપૂર્ણ વિકાસનું કેન્દ્ર છે ન કે ભૂ-રાજનીતિક પ્રતિસ્પર્ધાનું ક્ષેત્ર. આ વાતચીતમાં રક્ષા સહયોગને મજબૂ કરવા સિવાય એ વાતની પુષ્ટિ કરવા સહિત કેટલાક મુદ્દા સામેલ છે કે અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ ભાગીદારી એક સ્વતંત્ર, મુક્ત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે હબ છે.
ગુઓએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ચીનનું માનવું છે કે, દેશો વચ્ચે સંબંધો અને સહયોગને ચીનનો મુદ્દો ન બનાવવો જોઈએ અથવા બીજાના હિતોને નુકસાન ન પહોંચવું જોઈએ. આ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અનુકૂળ હોવું જોઈએ.
આ પણ વાંચો: ટ્રમ્પે ભારતીય પત્રકારનો સવાલ ટાળી દીધો, PM મોદી બાજુમાં જ ઊભા હતા, જાણો મામલો
તેમણે કહ્યું કે, 'ખાસ જૂથો બનાવવા અને જૂથવાદી રાજકારણ અને જૂથવાદી મુકાબલામાં જોડાવાથી સુરક્ષા નહીં આવે અને કોઈપણ રીતે એશિયા-પેસિફિક અને સમગ્ર વિશ્વને શાંતિપૂર્ણ અને સ્થિર ન રાખી શકાય.' ગુરુવારે (ભારતીય સમય મુજબ શુક્રવાર) મોદી-ટ્રમ્પ વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોને આગળ વધારવા માટે સંમત થયા છે અને 21મી સદી માટે એક નવી પહેલ 'યુએસ-ઇન્ડિયા કોમ્પેક્ટ' (સૈન્ય ભાગીદારી, ઝડપી વાણિજ્ય અને ટેકનોલોજી માટે ઉત્પ્રેરક તકો) શરૂ કરી છે.