નવી બીમારીથી દુનિયા ટેન્શનમાં! ચીને કહ્યું- 'બાળકોમાં ફેલાઈ રહી છે, પરંતુ ડરશો નહીં', જાણો એક્સપર્ટે શું કહી વાત
ચીનમાં દરરોજ 7,000થી વધુ બીમાર લોકો હોસ્પિટલ આવી રહ્યા છે
Image:Pixabay |
Pneumonia In China : ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી બીમારી ફેલી રહી છે, જેના કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે. અહેવાલો મુજબ દરરોજ 7,000થી વધુ બીમાર લોકો હોસ્પિટલ આવી રહ્યા છે. આ બીમારીને લઈને જ્યાં દુનિયા ટેન્શનમાં છે તો બીજી તરફ ચીનનું કહેવું છે કે આનાથી ડરવાની કોઈ વાત નથી. ચીનના અધિકારીઓનું કહેવું છે કે ફ્લૂ જેવી બીમારીનું કારણ કોઈ નવો પૈથોજન કે નવો ચેપ નથી. તેમનું કહેવું છે કે ચીનમાં જે રોગ ફેલાઈ રહ્યો છે તેમાં કંઈ અસામાન્ય નથી અને કોવિડ-19ના કડક પ્રતિબંધો હટાવવાને કારણે બાળકોને ફ્લૂ થઈ રહ્યો છે.
કોવિડ પ્રતિબંધોને હટાવવાના કારણે ફ્લૂ જેવી બીમારીઓ વધી
ચીને ગયા અઠવાડિયે WHOને જવાબ આપતા જણાવ્યું હતું કે બાળકોમાં ન્યુમોનિયા જેવા મામલાઓનું વધવું અસામાન્ય કે નવી બીમારી નથી. કોવિડ પ્રતિબંધોને હટાવવાના કારણે ફ્લૂ જેવી બીમારીઓ વધી રહી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના અધિકારી મી ફેંગે કહ્યું કે બીમાર લોકોની વધતી સંખ્યાને કારણે ચીનમાં બાળ ચિકિત્સાલય ખોલવામાં આવી રહ્યા છે. ચીની અધિકારીઓને શક્ય તેટલા બાળકો અને વૃદ્ધોને ફ્લૂની રસી આપવા સૂચના આપવામાં આવી છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની પણ અપીલ કરવામાં આવી છે.
ચીન જ નહીં પરંતુ ઘણાં દેશોમાં ફેલાઈ રહી છે આ પ્રકારની બીમારી
ચીનના ડોક્ટરો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં વધી રહેલા આ રોગને લઈને ચિંતા કરવાની જરૂર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કોવિડ પ્રતિબંધો હટાવવાને કારણે આ પ્રકારની બીમારી માત્ર ચીનમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં ફેલાઈ રહી છે.