HMPV વાઇરસને ચીને ગણાવ્યો શરદીની બીમારી, ભારતે કહ્યું- 'ચિંતાની કોઈ વાત નથી'
China HMPV Virus: ચીનમાં હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) ના ફેલાવાથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે. જેના લક્ષણ ફ્લૂ જેવા છે અને COVID-19 ની સમાન છે. તેના પર દુનિયાના અલગ-અલગ દેશ નજર રાખી રહ્યા છે. વળી, ચીને દેશમાં મોટા પ્રમાણે ફ્લૂના પ્રકોપ સંબંધિત ખબર પર વધારે ધ્યાન ન આપતાં શુક્રવારે (3 જાન્યુઆરી) એ કહ્યું કે, આ શિયાળામાં થતી શ્વાસ સંબંધિત બીમારીના મામલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા ગંભીર છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિદેશીઓ માટે ચીનની યાત્રા કરવી સુરક્ષિત છે. મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગના દેશમાં 'ઇન્ફ્લુએન્ઝા એ' અને અન્ય શ્વાસ સંબંધિત રોગના ફેલાવવાના કારણે પૂછવામાં આવેલાં એક સવાલના જવાબમાં પત્રકારોને કહ્યું, 'શિયાળામાં શ્વાસ સંબંધિત સંક્રમણ ટોચ પર હોય છે.'
ભારતે કહ્યું- 'ચિંતાની કોઈ વાત નથી'
હાલમાં ભારત તરફથી પણ આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયના અધિકારી ડૉ. અતુલ ગોયલે લોકોને કહ્યું કે, ચિંતાની કોઈ વાત નથી અને ચીનમાં HMPV વાઇરસના ફેલાવાથી ડરવાની કોઈ જરૂર નથી. ડૉ. અતુલે તેને બીજો રેસ્પિરેટરી વાઇરસની જેવો જ ગણાવ્યો, જેમાં શરદી વાળી બીમારીઓના લક્ષણ હોય છે.
ચીનમાં ફેલાયેલા HMPV વાઈરસ સાથે જોડાયેલી 10 મોટી વાતો
સંક્રમણ અને ચિંતાઃ
ચીનમાં HMPV ના ફેલાવવાથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે. આ લક્ષણ ફ્લૂ જેવા છે અને તે COVID-19 જેવા છે. જેના કારણે લોકોની ચિંતા વધી રહી છે.
સામાજિક પ્રતિક્રિયાઃ
સોશિયલ મીડિયા પર ચીનના હોસ્પિટલમાં માસ્ક પહેરેલા લોકોની તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેનાથી પાંચ વર્ષ પહેલાં કોવિડ પ્રકોપની યાદ તાજા થઈ ગઈ. કોવિડની જેમ HMPV ના પ્રકોપે પણ સંભવિત વૈશ્વિક મહામારીની ચિંતા ઊભી કરી છે.
ચીનનું સત્તાવાર નિવેદનઃ
ચીને લોકોની ચિંતાઓને દૂર કરવા માટે એક પ્રેસ નિવેદન રજૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ કહ્યું કે, શિયાળામાં શ્વસન સંક્રમણનો પ્રકોપ સામાન્ય છે. આ સાથે જ ચીનમાં યાત્રા કરવી સુરક્ષિત છે.
આ પણ વાંચોઃ દિલ્હી-મુંબઈનાં નવા વર્ષની ઉજવણીએ ચીનના ઐતિહાસિક ટ્રાફિક જામની યાદ અપાવી
ભારતીય નિષ્ણાંતની પ્રતિક્રિયાઃ
ભારતના DGHS (Directorate General of Health Services) ના અધિકારી ડૉ. અતુલ ગોયલે લોકોને HMPV ને લઈને ગભરાવાની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, આ સામાન્ય શરદીની જેમ એક શ્વસન વાઈરસ છે, જે બાળકો અને વડીલોમાં ફ્લૂ જેવા લક્ષણો પેદા કરી શકે છે.
ભારતની સ્થિતિઃ
ડૉ. ગો.લેસ આ વિશે વધુ માહિતી આપતા સ્પષ્ટ કર્યું કે, ભારતમાં શ્વાસ સંબંધિત સંક્રમણોના આંકડામાં કોઈ વિશેષ વધારો નથી થયો અને કોઈ મોટી સંખ્યામાં કેસ સામે પણ નથી આવ્યા. ડિસેમ્બર 2024ના આંકડા પણ સામાન્ય રહ્યા છે.
WHO ની પ્રતિક્રિયાઃ
WHO (World Health Organization)એ HMPV ના પ્રકોપ પર અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન રજૂ નથી કર્યું. આ સિવાય તો ચીન અથવા WHO દ્વારા કોઈ ઇમરજન્સીની સ્થિતિ જાહેર નથી કરી.
વાઈરસ પર નજરઃ
ચીનના પાડોશી દેશ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હોન્ગકૉન્ગમાં પણ HMPV ના અમુક કેસ સામે આવ્યા છે.
યુએસ CDC ની જાણકારીઃ
CDC (Centers for Disease Control and Prevention) અનુસાર, HMPV એક શ્વાસ સંબંધિત વાઈરસ છે, જે ઉપર અને નીચેના શ્વસન સંક્રમણનું કારણ બને છે. નાના બાળકો, વડીલ અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.
લક્ષણઃ
HMPV ના લક્ષણ ફ્લૂ અને અન્ય શ્વાસ સંબંધિત સંક્રમણો સમાન હોય છે, જેમાં ખાંસી, તાવ, નાક બંધ હોવું અને શ્વાસ લેવામાં મુશ્કેલી સામેલ છે.
ગંભીરતા અને મુશ્કેલીઃ
HMPV ના ગંભીર મામલે આ બ્રોંકાઇટિસ અથવા નિમોનિયા જેવી મુશ્કેલી ઊભી કરી શકે છે, જે નબળી ઇમ્યુન સિસ્ટમવાળા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.