Get The App

ખંધા ચીને ભૂતાનની સરહદમાં ઘૂસણખોરી કરી સંખ્યાબંધ ઈમારતો અને રસ્તા બનાવી દીધા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ખંધા ચીને ભૂતાનની સરહદમાં ઘૂસણખોરી કરી સંખ્યાબંધ ઈમારતો અને રસ્તા બનાવી દીધા 1 - image


Image Source: Twitter

થિમ્પુ, તા. 07 જાન્યુઆરી. 2024

ભારત સહિતના પાડોશી દેશોની સરહદોમાં છાશવારે ઘૂસણખોરી અને અટકચાળા કરવા માટે કુખ્યાત અને ખંધા ચીને હવે પાડોશી દેશ ભૂતાનની સરહદમાં ઘૂસણખોરી કરીને તેની જમીન પર કબ્જો કરી લીધો છે.

સેટેલાઈટ તસવીરોએ ચીનની હરકતની પોલ ખોલી નાંખી છે અને આ તસવીરોમાં દેખાઈ રહ્યુ છે કે, ભૂતાનની જમીન પર ચીને સંખ્યાબંધ ઈમારતો બનાવી દીદી છે તેમજ રસ્તા પણ તૈયાર કરી દીધા છે. આ તસવીરો સામે આવ્યા બાદ ભૂતાનમાં હડકંપ મચી ગયો છે.

ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીએ આ તસવીરોને ટાંકીને પ્રગટ કરેલા અહેવાલ અનુસાર ચીને ભૂતાન સાથે જે બોર્ડર માટે વિવાદ ચાલી રહ્યો છે તે બોર્ડર પર નિર્માણ કાર્યમાં ભારે ઝડપ લાવી દીધી છે. આ વિસ્તારમાં ચીને 200 જેટલી જગ્યાઓ પર નિર્માણકાર્ય શરુ કર્ય છે.

ઉપગ્રહોનો ઉપયોગ કરીને જાણકારી એકત્રિત કરનાર અમેરિકન ડેટા એનાલિટિક્સ ફર્મ હોક આઈના નિષ્ણાતો દ્વારા આ તસવીરોના આધારે કહેવામાં આવ્યુ છે કે, ભૂતાનની પશ્ચિમ બોર્ડર પર 2020થી ચીન અલગ અલગ પ્રકારના બાંધકામ કરી રહ્યુ છે. આ કામમાં 2021થી ભારે ઝડપ આવી છે. પહેલા તો ચીને ઉપકરણ અને બીજી વસ્તુઓના સપ્લાય માટે રસ્તા બનાવ્યા હતા અને એ પછી ઈમારતોનુ બાંધકામ શરુ કર્યુ હતુ.

ભૂતાનના વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, ભૂતાન પોતાની બોર્ડરને લગતા પ્રશ્નો  અંગે જાહેરમાં કોઈ વાત કરતુ નથી.

બીજી તરફ ચીનનુ કહેવુ છે કે, અમે અમારા પોતાના વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ સુધારવા માટે અમારા જ વિસ્તારમાં અમે માળખાકીય બાંધકામો કરી રહ્યા છે.


Google NewsGoogle News