પાકિસ્તાન પર ચીનને વિશ્વાસ નથી રહ્યો : ચીનના લશ્કરી વડા ઝાંગ-યોશિયા ઇસ્લામાબાદ પહોંચ્યા
- ઝાંગ યોશિયાએ પાકિસ્તાનના સેનાધ્યક્ષ, અસીમ મુનીર સાથે ચર્ચા કરી : ચીની નાગરિકો પર થતા હુમલા અંગે ચિંતા દર્શાવી
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં છેલ્લા કેટલાએ મહિનાઓથી ચીનના ઇજનેર, કૌશલ્યકારો અને નાગરિકો ઉપર પણ થઈ રહેલા હુમલાઓથી ચીન સચિંત બન્યું છે. તાજેતરમાં જ ફરી એક વખત બલુચિસ્તાન અને સિંધમાં ચીની નાગરિકોને ટાર્ગેટ કરી હુમલા થઈ રહ્યા છે. આથી ચીને તેમ પણ કહ્યું હતું કે, અમારા નાગરિકોની સુરક્ષા માટે અમે અમારા સુરક્ષા કર્મચારીઓને મોકલીએ. પરંતુ પાકિસ્તાનની સરકારે શપથપૂર્વક કહ્યું હતું કે, અમે તેમની સુરક્ષા માટે પૂરતો પ્રતિબંધ ગોઠવશું. જે થઈ શક્યું હોય તેમ લાગતું નથી. આથી ચીનના લશ્કરી વડા જન. ઝાંગ-યોશિયા પોતે જ પાકિસ્તાન પહોંચ્યા છે. તેઓની સાથે ચીની પ્રતિનિધિ મંડળ પણ પહોંચ્યું છે.
ઝાંગ- યોશિયાએ પાકિસ્તાનનાં લશ્કરના વડા જનરલ અસિમ મુનીર સાથે પણ મંત્રણા કરી હતી. તેમની સાથે રહેલા પ્રતિનિધિ મંડળે પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી અને આતંકીઓ ઉપર કઈ રીતે લગામ લગાવી શકાય તે વિષે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે.
તે સર્વવિદિત છે કે બલુચિસ્તાનનાં ગ્વાડરમાં ચીન અંતે બંદરનો વિકાસ કરી રહ્યું છે. પરંતુ વધુ વિમાનમાં તેના ઇજનેરો અને અન્ય કૌશલ્યની હત્યાઓ થઈ રહી છે. સિંધની શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય સંભાળતા ચીનાઓ ઉપર પણ હુમલા થઈ રહ્યા છે.