ચીનમાં ફેલાયેલા રહસ્યમય વાયરસ અંગે WHOનો મોટો ખુલાસો, ભારત સહિત વિશ્વ માટે રાહતના સમાચાર!'
કોવિડ બાદ ચીનથી આવતા દરેક રોગના સમાચારને લોકોએ ખૂબ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે
ત્યારે ચીનમાં ફેલાતા ન્યુમોનિયાના લગભગ 77 હજાર કેસ નોંધાયા હોવાથી વિશ્વ ચિંતિત છે
Pneumonia Symptoms: હાલ ચીનમાં ફેલાયેલા ન્યુમોનિયા, દુનિયાની ચિંતાનું કારણ બન્યું છે. અત્યાર સુધીમાં આ રોગના લગભગ 77 હજાર બાળકોના કેસ નોંધાયા છે. હાલ ચીનના ઉત્તર પ્રાંતમાં આવેલા લિયાઓનિંગથી આ રોગ ફેલાયો હોવાની જાણકારી મળી છે. લોકોના મનમાં એક ડર છે કે શું આ ચાઇનીઝ ન્યુમોનિયા કોવિડની જેમ જ જીવલેણ બની શકે કે કેમ?
ન્યુમોનિયા બાબતે કઈ પણ અસામાન્ય બાબત જોવા મળતી નથી
આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીન પાસેથી ડેટા મંગાવ્યો છે, તેના પરથી આ રોગની ગંભીરતાને લઈને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી છે. ચીન પાસેથી WHOએ ગુરુવારે આ રોગ બાબતે માહિતી માંગી હતી. આ માહિતીના આધારે WHOએ કહ્યું છે કે આ રોગ વિશે અત્યાર સુધી કંઈપણ અસામાન્ય જાણવા મળ્યું નથી કે કોઈ નવો વાયરસ પણ મળ્યો નથી.
ઉત્તર ચીનમાં ફેલાઈ છે ન્યુમોનિયાની દહેશત
જયારે શુક્રવારે આ બાબતે ચીને સ્કુલઅને હોસ્પિટલોમાં રોગને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની વાત કરી હતી. હાલ ચીનમાં શિયાળો પણ વધી રહ્યો છે અને ચીન કોરોના માટે પણ હવે કોઈ કડકાઈ અનુસરતું નથી. જેના કારણે ફરી એક નવો રોજ જનજીવનને પ્રભાવિત કરી શકે છે. હાલ ચીનની ઉત્તરમાં આવેલા બેઇજિંગ અને લિયાઓનિંગમાં ન્યુમોનિયા એટલા વધુ પ્રમાણમાં ફેલાયેલો છે કે દર્દીઓ માટે બેડની અછત પણ જોવા મળે છે.
ચીન પર છે માહિતી છુપાવવાના આક્ષેપ
WHO અને ચીન બંને પર કોવિડ દરમિયાન માહિતી છુપાવવાનો આક્ષેપ લાગેલા છે. કોવિડના સમયે પણ ચીનના વુહાનથી કોવિડની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની તપાસ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી ન હતી. આ બાબતે નિષ્ણાતો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. ન્યુમોનિયા બાબતે પણ દુનિયાને ચીન પર શંકાઓ છે કે તે કોવિડની જેમ આ અંગે પણ બાબતો છુપાવી રહ્યું છે. જો કે હાલ તો કોઈ ગભરાવવા જેવી પરિસ્થિતિ છે નહિ. રોયટર્સના એક અહેવાલ અનુસાર, ચીનના શાંઘાઈમાં કેટલાક લોકોએ કહ્યું છે કે આ રોગ ગંભીર છે પરંતુ તેઓ તેના વેવ્સ ગંભીર ચિંતાનો વિષય નથી.
કેવા લક્ષણ દેખાઈ રહ્યા છે?
માહિતી અનુસાર જે બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ચીનના અધિકારીઓએ 12 નવેમ્બરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચીનમાં શ્વાસ સંબંધિત આ રોગ વિશે માહિતી આપી હતી. આ રહસ્યમય રોગથી બીમાર બાળકોમાં કોઈ ચોક્કસ લક્ષણ તો નથી પરંતુ બાળકોના શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.