ચીનમાં લગ્ન નથી કરી રહ્યા યુવાનો, આ છે મોહભંગનું કારણ... સરકાર પરેશાન

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
China Marriage


Youngsters Not Willing Ready To Marriage In China : ચીનમાં લગ્ન કરનારા યુગલોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ચીનમાં 2024માં લગ્ન કરનાર યુવાનોની સંખ્યા છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછી થઈ હોવાથી ચીનમાં જન્મદરમાં ઘટાડો થઈ રહ્યો છે. જેની અસર આગામી વર્ષોમાં વર્કિંગ વસ્તીની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતાં છે. 

ચીનના યુવાનો જવાબદારીઓ લેવા સક્ષમ ન હોવાથી લગ્ન કરતાં નથી

ચીનમાં પહેલાથી વૃદ્ધ વસ્તીને ચિંતામાં છે, ત્યારે તેના અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચીનને વધુ એક પડકારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચીનની અધિકૃત આંકડાકિય માહિતી પ્રમાણે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં લગ્ન કરનાર ચીની યુગલોની સંખ્યા 2013 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી છે. જ્યારે આના પાછળનું મુખ્ય કારણ ત્યાંનું સુસ્ત અર્થતંત્ર અને જીવનનિર્વાહમાં કરવામાં આવતો વધારાનો ખર્ચ છે. આવી સ્થિતિમાં મોટાભાગના યુવાનો પોતાને વધુ જવાબદારીઓ લેવા માટે સક્ષમ ન માનતા હોવાથી લગ્ન કરવાનો વિચાર માંડી વાળે છે.

2023માં પહેલા છ મહિનામાં 5 લાખ લગ્નમાં ઘટાડો

મળતી માહિતી પ્રમાણે, ચીનમાં 2023માં પહેલા છ મહિનામાં 5 લાખ ઓછા લગ્ન થયા હોવાથી તેની અસર દેશના જન્મદર પર જોવા મળ્યો છે. આમ જો દેશમાં લગ્નનો રેશિયો ઓછું હશે તો સ્વાભાવિક છે કે તેની અસર બાળકોના જન્મદર પર પડશે. આ દરમિયાન દેશમાં જન્મદરમાં ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં લગ્ન ન કરતાં યુવાનો અને ઘટતા જતાં જન્મદરને લઈને સરકાર અને નીતિ ઘડનારાઓની ચિંતા વધી છે. 

વસ્તી વધારવા માટે ચીન સરકારના અનેક પ્રયાસ 

ચીનમાં સરકાર દ્વારા વસ્તી વધારવા માટે અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે, પરંતુ યુવાનોમાં લગ્નનું ચલણ ઘટી રહ્યું છે. ચીનમાં લગ્ન નોંધણીના આંકડા પ્રમાણે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ 34 લાખ યુગલોએ લગ્ન કર્યા છે, જ્યારે 2023ના પ્રથમ છ મહિનામાં લગભગ 39 લાખ લગ્નો થયા છે, એટલે કે જાન્યુઆરી- જૂન વચ્ચે લગભગ 5 લાખ ઓછા લગ્ન થયા છે.

જન્મદર વધારવામાં ચીનના પ્રયાસો નિષ્ફળ!

ચીનમાં લગ્ન ફરજિયાત છે, જેમાં માતાપિતાએ તેમના બાળકની નોંધણી કરવા અને સરકારી લાભો મેળવવા માટે લગ્નનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે. પરંતુ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં ધીમી વસ્તીવૃદ્ધિને લઈને નોકરીઓ ઘટતી હોવાથી યુવાનો પોતાના ભવિષ્ય વિશે ચિંતામાં રહે છે. આ દરમિયાન, કેટલાય ચાઇનીઝ યુવાનો એકલા રહેવાનું અને મોડેથી લગ્ન કરવાનું પસંદ કરી રહ્યાં છે. જ્યારે ચીનમાં 2014થી લગ્નની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. કોવિડ-19 મહામારી વખતે પ્રતિબંધો પર ઢીલ મુકવામાં આવતા 2023 માં તેમાં થોડો વધારો જોવા મળ્યો હતો, જ્યારે હવે હવે ફરીથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

1980 પછી લગ્નની સૌથી ઓછી સંખ્યા

ચીનના નિષ્ણાતનોનું અનુમાન છે કે, આ વર્ષે લગ્નદર 1980 પછી સૌથી ઓછો રહી શકે છે. જ્યારે લગ્ન નોંધણીમાં ઘટાડો થવાને કારણે યુવાનોની વસ્તી ઘટી રહી છે. આ સાથે મહિલાઓ કરતાં પુરૂષોની સંખ્યા વધુ અને લગ્નનો ઊંચો ખર્ચ પણ લગ્નના દરમાં ઘટાડો કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં ચીને જન્મદરમાં થઈ રહેલા ઘટાડાને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપવામાં આવી રહી છે.

ચીનમાં લગ્ન નથી કરી રહ્યા યુવાનો, આ છે મોહભંગનું કારણ... સરકાર પરેશાન 2 - image


Google NewsGoogle News