Get The App

ભારતીય જહાજો પર નજર રાખવા ચીન માલદીવમાં રડાર સ્ટેશન બનાવશે? માલદીવ સરકાર સાથે સિક્રેટ ડીલ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ભારતીય જહાજો પર નજર રાખવા ચીન માલદીવમાં રડાર સ્ટેશન બનાવશે? માલદીવ સરકાર સાથે સિક્રેટ ડીલ 1 - image

image : Twitter

માલે,તા.05 માર્ચ 2024,મંગળવાર

ભારત વિરોધી અને ચીન પ્રેમી માલદીવ પ્રમુખ મોહમંદ મોઈજ્જુની સરકારે એક પછી એક એવા નિર્ણયો લેવા માંડ્યા છે જે ભારત માટે ભવિષ્યમાં મુસિબત સર્જી શકે છે. 

માલદીવે હવે ચીન સાથે બે સિક્રેટ મિલિટરી ડીલ કરી છે અને આ બંને કરારના કારણે માલદીવ અને ચીન વચ્ચેના સબંધોમાં નવો અધ્યાય શરૂ થયો હોવાનો દાવો થઈ હ્યુ છે. 

આ ડીલ પર માલદીવના સંરક્ષણ મંત્રી ઘસાન મોમૂન અને ચીનની સેનાના અધિકારી મેજર જનરલ ઝાંગ બાઓકૂને સહી કરી છે. માલદીવના મીડિયા કહેવા પ્રમાણે આ બંને ડીલને ગુપ્ત રાખાવમાં આવી છે અને કોઈને તેની જાણકારી આપવામાં આવી નથી. 

અટકળો એવી છે કે, આ ડીલના ભાગરૂપે ચીન દ્વારા માલદીવમાં શક્તિશાળી રડાર સ્ટેશન સ્થાપવામાં આવશે અને તેના કારણે ચીન હિન્દ મહાસાગરમાં ભારતના યુધ્ધ જહાજો પર નજર રાખી શકશે. આ ડીલના ભાગરૂપે ચીન માલદીવ માટે મફતમાં સૈન્ય સેવાઓ પૂરી પાડશે. 

જોકે આ ડીલની જાણકારી ગુપ્ત રખાઈ રહી હોવાથી માલદીવમાં પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આ પહેલા ચીન તરફી રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પણ 2013 થી 2018ની વચ્ચે ચીન સાથે મળીને મોટા પ્રોજેકટો હાથ ધર્યા હતા. તેના કારણે માલદીવ પર ચીનનુ ખાસુ દેવુ થઈ ગયુ હતુ. આજે પણ માલદીવ ચીનની લોન ચુકાવી રહ્યુ છે. 

યામીને જ માલદીવમાંથી ઈન્ડિયા આઉટ...નુ અભિયાન શરૂ કર્યુ હતુ. મોઈજજુ આ અભિયાનમાં જોડાયા હતા અને તેના આધારે જ તેમણે માલદીવમાં સત્તા કબ્જે કરી  હતી. મોઈજ્જુએ એક તરફ માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોને જાકારો આપ્યો છે તો બીજી તરફ ચીન સાથે તેમણે પોતાના સૈન્ય સબંધોને મજબૂત કરવા માંડ્યા છે. 


Google NewsGoogle News