પાકિસ્તાનમાં આતંકી હુમલા થતા ચીન ગભરાયું, ચાઈનીઝ કંપનીઓ છોડશે પાકિસ્તાન, ત્રણ મોટી યોજના અટકાવી
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થયા બાદ દેશમાં આવેલી ઘણી ચાઈનીઝ કંપનીઓ (Chinese Companies) બલુચિસ્તાન (Balochistan)થી ડરી ગઈ છે. આ કારણે કંપનીઓએ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો છે. ચીનના શ્રમિકો પર હુમલો થયા બાદ તેમનો આત્મવિશ્વાસ વધુ ડગમગાયો છે. હવે ચીનના એન્જિનિયરો અને કર્મચારીઓ પાકિસ્તાનમાં રહેવાની હિંમત કરી રહ્યા નથી. સુરક્ષાના કારણોસર ઘણી ચાઈનીઝ કંપનીઓ અને તેના કર્મચારીઓ પાકિસ્તાન છોડવાની યોજના બનાવી રહ્યા છે, તેમ એક સુરક્ષા વિશ્લેષકે જણાવ્યું છે.
પાકિસ્તાનમાં પાંચ ચીની નાગરિકના મોત થતા દહેશત
પાકિસ્તાન (Pakistan)ના ‘ડોન’ અખબારમાં આજે પ્રકાશિત એક લેખમાં મોહમ્મદ આમિર રાણાએ લખ્યું છે કે, મંગળવારે ચીન(China)ના એન્જિનિયરોના વાહન પર આતંકવાદી હુમલા (Terrorist Attack)ના કારણે પાંચ ચીની નાગરિકોના મોત થયા હતા. હુમલાઓની ઘટના બાદ ચીનની કંપનીઓએ પાકિસ્તાનમાં ઓછામાં ઓછા ત્રણ મહત્વપૂર્ણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ડાસૂ ડેમ, ડાયમર-બાશા ડેમ અને તરબેલા એક્સટેશન બંધ કરી દીધા છે.
પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરિકોમાં ભય
તેમણે વધુમાં લખ્યું છે કે, આ હુમલાના બાદ ઘણી ચિંતાઓ ફેલાઈ ઘઈ છે. હુમલાના કારણે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને અસર પડવા ઉપરાંત પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકોમાં પણ ભય ઉભો થયો છે.
ચીન-પાકિસ્તાનનો પ્રોજેક્ટ અટવાયો
રિપોર્ટથી એવો સંકેત મલી રહ્યો છે કે, કેટલાક લોકો સુરક્ષા કારણોસર દેશ છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 60 અબજ ડૉલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડેર હેઠળ પાકિસ્તાનના તત્વાવધાનના પ્રોજેક્ટમાં હજારો ચાઈનીઝ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હુમલાઓ વધતા હવે આ પ્રોજેક્ટને પણ અસર થઈ રહી છે.