'ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, તે દુનિયાના અસ્તિત્વ માટે ખતરો', અમેરિકાના દિગ્ગજ નેતાનો ચોંકાવનારો દાવો

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
'ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, તે દુનિયાના અસ્તિત્વ માટે ખતરો', અમેરિકાના દિગ્ગજ નેતાનો ચોંકાવનારો દાવો 1 - image

Image Source: Twitter

- ચીને અદધી સદી અમેરિકાને હરાવવા માટેના કાવતરા ઘડવામાં વીતાવી દીધી: નિક્કી હેલી

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર

અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર બનવાના દાવેદાર ભારતીય-અમેરિકન નેતા નિક્કી હેલીએ ચીનને અમેરિકા અને દુનિયામાં માટે અસ્તિત્વનો ખતરો' ગણાવ્યું છે અને દાવો કર્યો કે, બેઈજિંગ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે નિક્કી હેલીએ ન્યૂ હેમ્પશાયરની પ્રાઈમરી ચૂંટણીઓ માટે અર્થતંત્ર પર મહત્વપૂર્ણ નીતિ વિષયક ભાષણ આપતાં કહ્યું કે, ચીને અદધી સદી અમેરિકાને હરાવવા માટેના કાવતરા ઘડવામાં વીતાવી દીધી છે. કેટલાક મામલે ચીની સેના અમેરિકન સૈન્ય દળોની સમાનતા પર પહોંચી ગઈ છે.

ચીન આપણા અસ્તિત્વ માટે ખતરો

તેમના આ ભાષણના બે દિવસ પહેલા જ રિપબ્લિકન ઉમેદવાર બનવાની દાવેદારીમાં તેમના પ્રતિસ્પર્ધી અને ભીરતીય-અમેરિકન નેતા વિવેક રામાસ્વામીએ ઓહાયોમાં ચીન સબંધી વિદેશ નીતિ પર ભાષણ આપ્યુ હતું. હેલી અને રામા સ્વામી બંને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ રિપબ્લિકન ઉમેદવાર બનવા માટે લોકપ્રિય દાવેદાર બન્યા છે. હેલીએ કહ્યું કે, તાકાત અને ગૌરવ આપણા રાષ્ટ્રીય અસ્તિત્વ માટે આવશ્યક છે. ખાસ કરીને કમ્યુનિષ્ટ ચીનની સમક્ષ. ચીન અસ્તિત્વ માટે ખતરો છે. ચીને આપણને હરાવવાનું કાવતરું ઘડવામાં અડધી સદી વીતાવી દીધી છે. 

ચીન રેકોર્ડ સમયમાં આર્થિક રીતે પછાત દેશોથી પૃથ્વીની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા

નિક્કીએ આરોપ લગાવ્યો કે, ચીને અમેરિકાની મેન્યુફેક્ચરિંગ સબંધી નોકરીઓ છીનવી લીધી છે. તેમણે કહ્યું કે, ચીને આપણા વ્યવસાયના રહસ્યો જાણી લીધા છે. અને હવે તે દવાઓથી લઈને અદ્યતન ટેકનોલોજી સુધીના મહત્વના ઉદ્યોગો પર નિયંત્રણ કરી રહ્યુ છે. ચીન રેકોર્ડ સમયમાં આર્થિક રીતે પછાત દેશોથી પૃથ્વીની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. હેલીએ કહ્યું કે, તેનો ઈરાદો પ્રથમ સ્થાને પહોંચવાનો છે અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઈરાદા સ્પષ્ટ છે. તે એક વિશાળ અને અત્યાધુનિક સશસ્ત્ર દળોનું નિર્માણ કરી રહ્યુ છે જે અમેરિકાને ધમકાવવા અને એશિયા તથા અન્ય સ્થળોએ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સક્ષમ છે.

ચીન ક્યૂબામાં જાસૂસી અડ્ડો બનીવી રહ્યુ છે

નિક્કીએ આગળ કહ્યું કે, ચીનની સેના પહેલાથી જ કેટલીક બાબતોમાં અમેરિકી સશસ્ત્ર દળોની બરાબર છે તેઓ અમને અન્ય ક્ષેત્રોમાં હરાવી રહ્યાં છે. ચીનના નેતાઓને એટલો વિશ્વાસ છે કે, તેઓ આપણા એરસ્પેસમાં જાસૂસી ફુગ્ગા મોકલી રહ્યા છે અને આપણી સરહદની એકદમ નજીક ક્યુબામાં જાસૂસી અડ્ડો બનાવી રહ્યા છે. નિક્કીએ કહ્યું કે, કોઈપણ ગેરસમજણમાં ન રહો. કમ્યુનિસ્ટ પાર્ટી યુદ્ધની તૈયારી કરી રહી છે અને ચીનના નેતાઓ જીતવાનો ઈરાદો રાખે છે. 


Google NewsGoogle News