ચીન બનાવે છે અધધ.. ૧૦૦૦ કિમી લાંબી ટનલ, કારણ જાણીને ચોંકી જશો
ચીન ઘણા સમયથી બ્રહ્મપુત્ર નદીના વહેણને બદલવા પ્રયાસ કરે છે.
પાણીને શિંચિંયાગ અને તિબેટના સૂકા વિસ્તારમાં વાળવાનો ઇરાદો
નવી દિલ્હી,૧૫ નવેમ્બર,૨૦૨૨,મંગળવાર
ચીન અને અમેરિકા અર્થ વ્યવસ્થાના વિકાસ માટે એક બીજાના હરિફ સમજે છે.ચીન અમેરિકાની માફક જ વિકાસ કરીને પડકાર ફેંકવા ઇચ્છે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીન વિશ્વની સૌથી લાંબી ટનલ બનાવી રહયું છે જેની લંબાઇ ૧૦૦૦ કિમી જેટલી છે. દુનિયામાં કોઇ દેશ આટલી વિશાળ ટનલ આજ સુધી બનાવી નથી. ચીનની આ હરકતથી દુનિયામાં કેટલાક દેશો ચિંતામાં પડયા છે.પોતાના દેશમાં ટનલ બનાવે એમાં શું વાંધો છે ?
એવો સવાલ થવો સ્વભાવિક છે પરંતુ ચિંતા સાવ ઉપજાઉ નથી તેમાં પણ તથ્ય છે. એ સૌ જાણે છે કે બ્રહ્નપુત્ર અને સિંધુ નદી તિબેટથી ઉદ્ભવે છે. સિંધુ ભારતના પશ્ચિમ ઉત્તર ભાગથી પાકિસ્તાન થઇને અરબસાગરને મળે છે. બ્રહ્મપુત્ર નદી પૂર્વોત્તર ભારતથી બાંગ્લાદેશ તરફ જાય છે. સિંધુ અને બ્રહ્નપુત્ર નદી દુનિયાની વિશાળ નદીઓમાંની એક ગણાય છે. ચીન ઘણા સમયથી બ્રહ્મપુત્ર નદીના વહેણને બદલવા પ્રયાસ કરે છે.
ચીન બ્રહ્મપુત્રને યારલૂંગ કરે છે જેનું વહેણ ભૂટાન, અરુણાચલપ્રદેશમાંથી પણ પસાર થાય છે. આ બંને નદીઓ ચીનના શિંચિયાંગ ઇલાકાની પણ નજીક છે. ચીનનો ઇરાદો ૧ હજાર કિમી લાંબી ટનલ તૈયાર કરીને બ્રહ્નપુત્રના પાણીને તિબેટના સપાટ વિસ્તારમાં પહોંચાડવા ઇચ્છે છે. તિબેટ દુનિયાનો સૌથી ઉંચાઇ પર આવેલો વિસ્તાર જે દુનિયાનું છાપરુ ગણાય છે અહીં પાણની ખૂબ તંગી રહે છે. વરસાદ પડે છે પરંતુ ભૌગોલિક રચના એવી છે કે પાણી ટકતું નથી. શિંજિયાંગથી વાયા તિબેટ થઇને તરલ મકાન વિસ્તાર સુધી ટનલ લઇ જવાનું ચીનનું આયોજન છે.
તકાલમાકનએ ટેકનીકલી શિંચિયાગનો દક્ષિણ પશ્ચીમ રેગિસ્તાન વિસ્તાર છે. ૬૦૦ કિમી લાંબી યુનાન સુરંગનું નિર્માણ ઓગસ્ટ ૨૦૧૭માં થયું છે. અત્યાર સુધી ૧૧.૭ અબજ રુપિયા ખર્ચ થયો છે. આ એક એવો મોટો પ્રોજેકટ છે જેનો દુનિયાના પર્યાવ રણપ્રેમીઓ પણ વિરોધ કરી રહયા છે. નદીના પ્રવાહને આ રીતે વાળવોએ જૈવ વિવિધતા માટે ખૂબ જોખમી છે.જો આ પ્રોજેકટ પુરો થશે તો તે બાયો ડાયવર્સિટીની સૌથી મોટી ઉથલપાથલ ગણાશે. જે નદી પોતાના કુદરતી ગુણર્ઘમ મુજબ વહે છે તેનું વહેણ બદલવું વિનાશક હોય છે.