આટલું જ નહીં, કોવિદથી પણ ખતરનાક તેવો MHPV વાયરસ ચાયનાં એક્ષપોર્ટ કરે છે
- ફરી પાછો કોવિદ 19 આવી રહ્યો છે ?
- સોશ્યલ મીડીયા પર જે વિડીયો દેખાય છે તેમાં ચીનની હોસ્પિટલો ચીક્કાર દેખાય છે : સ્મશાનગૃહોમાં લાઈનો છે : કબ્રસ્તાનમાં જગ્યા નથી
નવી દિલ્હી : તાજેતરમાં સોશ્યલ મીડીયા ઉપર જે વીડીયો વાયરલ થઇ રહ્યા છે તેમાં ચીનની હોસ્પિટલો હ્યુમન મેટાન્યુમોવાયરસ (એચ.એમ.પી.વી.)ની મહામારીના ભોગ બનેલા દર્દીઓથી ભરાયેલી જોવા મળે છે. આટલું જ નહીં પરંતુ આ વાયરસ ઉપરાંત કોવિદ ૧૯ સહિતના વિવિધ વાયરસોનો ભોગ બનેલા દર્દીઓ પણ જોવા મળે છે. આ સાથે ભયનું મોજું પ્રસરી રહ્યું છે કે આ એચ.એમ.પી.વી.વાયરસની સાથે કદાચ કોવિદ-૧૯ના વાયરસ પણ ફેલાઈ જવા સંભવ છે.
સૌથી મોટી મુશ્કેલી તે છે કે શરૂઆતમાં તો આ વાયરસ વિષે જાણ થતી જ નથી. સામાન્ય શરદી જરા વધુ પ્રમાણમાં થઇ હોય તેવું જ લાગે છે જેમ કે છીંકો આવવી, કફ થવો, થોડી સુસ્તી લાગવી વગેરે. પરંતુ પછીથી આ વાયરસ ફેફસાં ઉપર અસર કરે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો કોઈ વાર ઉલ્ટીઓ પણ થાય છે. શ્વાસ લેવાની તકલીફ એટલી વધી જાય છે કે છેવટે દર્દીને હોસ્પિટલમાં લઇ જવો પડે છે. ત્યારે તેનાં ફેફસાં કફથી જકડાઈ ગાયં હોય છે. ઉપરથી અપાતા ઓક્સીજનને લીધે કદાચ થોડા સમય માત્ર થોડા સમય પૂરતી જ રાહત લાગે છે પરંતુ છેવટે તો દર્દી નિધન પામે જ છે.
આ રોગની સાથે કોવિદ ૧૯ પણ ફેલાઈ રહ્યો છે. સાથે ઇન્ફ્લુઇન્ઝા-એ પણ વકરી રહ્યો છે. તેમાંએ શિયાળા સાથે ઇન્ફ્લુયુએન્ઝા અને કોવિદ પણ વ્યાપક બની રહ્યા છે. મૃત્યુદર વધી રહ્યો છે. સ્મશાનગૃહોમાં લાઈનો છે. કબ્રસ્તાનોમાં જગ્યા નથી.
કોવિદ-૧૯ મહામારી પાંચ વર્ષ પહેલાં પ્રસરી હતી. ત્યારે શરૂઆતના કેટલાયે મહીનાઓ સુધી ચાયનાએ તે વાત દબાવી રાખી હતી. છેવટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (વ્હુ)એ ભારે દબાણ કરતાં બામ્બુ-કર્ટનમાંથી થોડી હકીકતો બહાર આવી હતી.
આ વખતે પણ ચીન પૂરો સહકાર આપતું નથી. તેવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફરિયાદ છે. તેથી વ્હુ આ મહામારી વિષે સત્તાવાર જાહેરાત કરી. હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી શકે તેમ નથી.
બીજી તરફ એક ચીન ડેટેડ વિડીયોમાં હોસ્પિટલોના વેઇટિંગ રૂમ્સ દર્શાવાયો છે. અનેક લોકો માસ્ક પહેરીને બેઠા છે. કેટલાયે ઉધરસો ખાઈ રહ્યા છે. પરંતુ X પ્લેટફોર્મ પર દેખાયેલા વિડીયોમાં જે લખાણો છે તે ચીનની મેન્ડેરિન ભાષામાં છે. તેથી સ્પષ્ટ થઇ જાય છે કે તે વિડીયો ચીનમાં જ ઉતારવામાં આવ્યો છે. આ વાયરસ છીંકથી ફેલાય છે કે તે રોગના દર્દીના કફને સ્પર્શતાં પણ લાગી જાય છે. શ્વાસથી પણ ફેલાય છે.