Get The App

ચીને 27 યુદ્ધ જહાજ અને 62 વિમાન વડે તાઇવાનને ડરાવ્યું, સરહદે તાઇવાન સેના એલર્ટ

ચીન અને તાઇવાન વચ્ચે એક જળસંધી હેઠળ અનૌપચારિક સરહદ છે.

તાઇવાનમાં નવી સરકાર રચાયા પછી ધીરે ધીરે વધતો જતો તણાવ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ચીને 27 યુદ્ધ જહાજ અને 62 વિમાન વડે તાઇવાનને ડરાવ્યું, સરહદે તાઇવાન સેના એલર્ટ 1 - image


તાઇપે,૨૫ મે,૨૦૨૪,શનિવાર 

તાઇવાનમાં નવી સરકારની રચના થયા પછી ચીન સાથે તણાવ વધી રહયો છે. ચીનની સેનાએ તાઇવાનના વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ચીનના અતિક્રમણના પ્રયાસના પગલે તાઇવાનની સેના પણ એલર્ટ થઇ ગઇ હતી.

તાઇવાનના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીની નૌ સેનાના ૨૭ યુદ્ધ જહાજ અને ૬૨ વિમાન તાઇવાનની સરહદ નજીક આવતા દેખાયા હતા. એમાંથી ચીનના ૪૭ વિમાનો તાઇવાનના જલમરુમધ્યની મધ્યરેખાને પાર કરીને તાઇવાનના દક્ષિણ -પશ્ચિમ,દક્ષિણ-પૂર્વ અને પૂર્વી વાયુ રક્ષા ઓળખ ક્ષેત્રમાં ઘુસ્યા હતા. 

ચીને 27 યુદ્ધ જહાજ અને 62 વિમાન વડે તાઇવાનને ડરાવ્યું, સરહદે તાઇવાન સેના એલર્ટ 2 - image

ચીન અને તાઇવાન વચ્ચે એક જળસંધી હેઠળ અનૌપચારિક સરહદ છે. તાઇવાનને ચીનની હિલચાલ પર નજર રાખવા માટે  વિમાન,નૌ સૈનિક જહાજો અને વાયુ રક્ષા મિસાઇલ સિસ્ટમ ગોઠવી છે. ગત એપ્રિલ મહિનામાં આ સિસ્ટમના માધ્યમથી ૪૦ વાર ચીની સૈન્ય વિમાનો અને ૨૭ વાર નેવી સૈનિકોએ ખુસણખોરી કરી હતી. અહેવાલ અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૦માં ચીને તાઇવાનની આસપાસ સક્રિય સૈન્ય વિમાનો અને નૌસૈનિક જહાજોની સંખ્યામાં વધારો કરી રહયું છે. 

ચીન અને તાઇવાન વચ્ચે વર્ષોથી ઘર્ષણ ચાલે છે. ચીન તાઇવાનને પોતાનો જ ભાગ સમજે છે જયારે તાઇવાન પોતાને અલગ દેશ સમજે છે. ચીન ઐતિહાસિક કારણો રજૂ કરીને વન ચાઇના પોલિસી રજૂ કરે છે જયારે તાઇવાન તેનો સ્વીકાર કરતું નથી. ચીનના ડરથી દુનિયાના માંડ ૮ થી ૧૦ દેશો જ તાઇવાનને અલગ દેશ તરીકે માન્યતા આપે છે. અમેરિકા તાઇવાનનું સમર્થક રહયું છે આથી ચીન તાઇવાન પર સૈન્ય કાર્યવાહી કરતા ડરે છે. 


Google NewsGoogle News