Get The App

ચીન અમેરિકી યુવાનોના બ્રેઇન વોશનો ધરાવે છે ઇરાદો, યુએસના વિદ્વાનોને જાગી શંકા

સ્ટડી એકસચેન્જ હેઠળ ૫૦ હજાર અમેરિકી યુવાઓને ચીનમાં લાવવાની યોજના

વૈશ્વિક ફોરમ પર ચીનના દ્વષ્ટીકોણ સાથે વૈચારિક રીતે જોડવાનો પ્લાન

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ચીન અમેરિકી યુવાનોના બ્રેઇન વોશનો ધરાવે છે ઇરાદો, યુએસના વિદ્વાનોને જાગી શંકા 1 - image


ન્યૂર્યોક,૨૮ ફેબુ્આરી,૨૦૨૪,બુધવાર 

ચીન અને અમેરિકા વચ્ચે ચાલતું ટ્રેડવૉર કલ્ચર વૉરમાં પણ ફેરવાઇ રહયું છે. અમેરિકાના યુવાઓને ચાઇન કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના એજન્ટ બનાવીને બ્રેઇનવૉશ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ ગુપ્ત યોજના હેઠળ અમેરિકી સ્ટુડન્ટસના પાંચ ગુ્રપોએ જાન્યુઆરી મહિનામાં રાજધાની બેઇજિંગનો પ્રવાસ કર્યો હતો. ચીનના સિટીઝન પાવર ઇનિશિએટિવ્સના રિસર્ચ ફેલો જેનેટ ટોંગ અને રાઇટ સ્ટેટ યુનિવર્સિટીમાં ભણાવતા અર્થશાસ્ત્રી ઇવાન ઓસબોર્નની એક લેખમાં જણાવ્યું છે કે આ પ્રવાસ કાર્યક્રમમાં પ્રાચીન ચીની સંસ્કૃતિ અને વ્યંજનોનો નિયમિત અનુભવ અને મોર્ડન સ્થળોનો સમાવેશ થાય છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના વિદ્વાનો ચિંતા વ્યકત કરી રહયા છે કે વિનિમય કાર્યક્રમ અંર્તગત અમેરિકી યુવાઓનું બ્રેઇન વોશ થઇ શકે છે.  વિદ્વાનોને ડર છે કે સીસીપીનું અંતિમ લક્ષ્ય એવી પેઢી તૈયાર કરવાનો હોઇ શકે છે જે વૈશ્વિક ફોરમ પર ચીનના દ્વષ્ટીકોણ સાથે વૈચારિક રીતે જોડાયેલી રહે. આ વિનિમય કાર્યક્રમોનો હેતું નિદોર્ષ અમેરિકી યુવાઓને લાલ રંગે રંગવાનો હોઇ શકે છે.  કેટલાક અહેવાલો અનુસાર મેજબાન ચીની સ્ટુડન્ટસ સાથે અમેરિકાના સ્ટુડન્ટસ જોડાય તેવો પ્રયાસ કરવામાં આવે છે.

ચીન અમેરિકી યુવાનોના બ્રેઇન વોશનો ધરાવે છે ઇરાદો, યુએસના વિદ્વાનોને જાગી શંકા 2 - image

ચીની સોશિયલ મીડિયા એપ,વીચેટ ડાઉનલોડ કરવા માટે પણ  પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગત વર્ષ સાન ફ્રાન્સિસ્કોમાં પોતાની યાત્રા દરમિયાન ચીન -અમેરિકાના સંબંધોનું મહત્વ વધારવા માટે યંગસ્ટર્સ ફેન્ડશીપની જાહેરાત કરી હતી. આ અંર્તગત આવનારા ૫ વર્ષમાં સ્ટડી એકસચેન્જ હેઠળ ૫૦ હજાર અમેરિકી યુવાઓને ચીનમાં લાવવાની યોજનાને શંકાથી જોવામાં આવી રહી છે.

એક રિપોર્ટમાં આફ્રિકી દેશોનો દાખલો ટાંકીને જણાવાયું છે કે ચીન સીસીપીના નવા એજન્ટો તૈયાર કરવા માટે નાણાકિય મદદ અને યૌન પ્રલોભન બંનેનો ઉપયોગ કરે છે.સીસીપી આફ્રિકી દેશોના યુવાઓને ચીનમાં લાવવા માટે ભારે બજેટ ખર્ચી રહી છે. અમેરિકી યુવાઓને ચીનનો અનુભવ કરાવવાની યોજનાનો ઉદ્દેશ અમેરિકામાં સીપીપીના એજન્ટોને ઓળખવા અને તેને પ્રોત્સાહિત કરવાનો હોઇ શકે છે આથી અમેરિકાના લોકોને સર્તક રહેવા જણાવાયું છે.  


Google NewsGoogle News