ઈઝરાયેલને દબાવવા ચીને હમાસને હાથો બનાવ્યો

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલને દબાવવા ચીને હમાસને હાથો બનાવ્યો 1 - image


- ઈઝરાયેલ V/S હમાસ

- આઝાદ ગાઝાનો મુદ્દો દોઢ દાયકાથી ઈઝરાયેલ માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે

- હમાસ આતંકીઓને ચીન દ્વારા વસ્તુઓ અને હથિયારો તથા મોટાપાયે ભંડોળ પૂરા પાડવામાં આવ્યા 

- વિદેશી જાણકારોની મદદથી હમાસ આતંકીઓએ રોકેટ બનાવ્યા અને પાકિસ્તાનમાં તેના વિશે તાલિમ પણ લીધી

ઈઝરાયેલને દબાવવા ચીને હમાસને હાથો બનાવ્યો 2 - imageઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા વર્તમાન સંઘર્ષનું વરવું સ્વરૂપ હજી પણ સામે આવે તેવા ભણકારા વાગી રહ્યા છે. ઈઝરાયેલ દ્વારા ગાઝાપટ્ટી ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધો અને રાજકીય સમસ્યાઓ હવે ભયાનક બની રહી છે. તાજેતરમાં હમાસ સંગઠન દ્વારા ઈઝરાયેલના કેટલાક શહેરો ઉપર મોટાપાયે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ૧૧૦૦ નાગરિકોનાં મોત થયા હતા. હમાસ દ્વારા મોટાપાયે મિસાઈલમારો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થાય તે પહેલાં હુમલો થઈ ગયો અને લોકોનાં મોતનું તાંડવ થયું. આ હુમલાનો બમણાજોરથી ઈઝરાયેલ દ્વારા બદલો લેવામાં આવ્યો અને ઈઝરાયેલો મોટાપાયે હુમલા શરૂ કરી દીધા. ઈઝરાયેલના હુમલામાં ગાઝા ખાતે ૧૪૦૦ પેલેસ્ટાઈનિઓના મોત થયા છે. આ ઉપરાંત બંને પક્ષે ૧૦ હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ખુવારી પાછળ ખરેખર તો હમાસ કે ઈઝરાયેલના નેતાઓ નહીં પણ ચીની ભેજું કામ કરતું હતું. તાજેતરમાં આવેલા  એક અહેવાલમાં જણાવાયું છે કે, ચીની નેતાઓ દ્વારા ઈઝરાયેલ અને અમેરિકાને પરેશાન કરવા માટે અને ભીંસમાં લાવવા માટે હમાસ આતંકીઓને ભંડોળ અને હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા. તેમની મદદથી ૨ વર્ષથી કાવતરું ચાલતું હતું અને હવે તેને અંજામ આપવામાં આવ્યો છે.

ચીની એનાલિસ્ટ જેનિફર જેંગે દાવો કર્યો છે કે, હમાસ આતંકીઓના વડા અને શી જિનપિંગ વચ્ચે સીધો સંબંધ છે. આ આતંકવાદીઓને જિનપિંગની ઓફિસમાં સીધો જ પ્રવેશ મળે છે. આ આતંકવાદીઓ છેલ્લાં બે વર્ષથી ચીન સાથે મળીને મોટા હુમલાનું આયોજન કરતા હતા. ચીન દ્વારા હમાસને હથિયારો, હથિયારો બનાવવાની વસ્તુઓ અને ઈંધણ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ ષડયંત્રમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પણ જોડાયેલું હતું.  ચીન દ્વારા અપાયેલી વસ્તુઓની મદદથી હમાસ આતંકીઓ દ્વારા રોકેટ અને ડ્રોન બનાવાયા હતા. આ ઉપરાંત દિવેલમાંથી ઈંધણ બનાવવામાં આવ્યું હતું. આ રોકેટ અને હથિયારો ચલાવવાની તાલિમ પાકિસ્તાન ખાતે લેવામાં આવી હતી. વિદેશી જાણકારો દ્વારા પાકિસ્તાનમાં ટ્રેનિંગ કેમ્પ ચલાવાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 

ચીનમાં જ ભણેલો છે હમાસનો એક ગોડફાધર

જેનિફરે દાવો કર્યો છે કે, લોકોને હમાસના પાંચ ગોડ ફાધર વિશે ખબર છે પણ હકિકતે હમાસનો એક છઠ્ઠો ગોડ ફાધર પણ છે જે ચીનમાં જ ઉછર્યો અને ભણ્યો છે. તેણે ચીનની બેઈજિંગ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કર્યો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા મીડલ ઈસ્ટના વિવિધ મુદ્દે સીધા જ એક્શન લેવામાં આવે છે. આ ગોડફાધર ગણાતી વ્યક્તિની મદદથી ચીને હમાસ આતંકીઓને તમામ સહાય પૂરી પાડી હતી. આ વ્યક્તિ ચીનના મોટા નેતાઓ સાથે સીધી રીતે બેઠક કરી શકે છે. આ ઉપરાંત હમાસની મિલિટરી વિંગનો ગોડફાધર મોહમ્મદ દાએફ ચીનમાં જ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો છે. દાએફને ચીન દ્વારા જ આદેશ આપવામાં આવ્યો હતો અને તેણે હુમલો કર્યો હતો. મોસાદ જેવી ગુપ્ત એજન્સીની આંખમાં ધૂળ નાખીને હમાસ આતંકીઓએ હુમલો કર્યો તેની પાછળ ચીની મનસુબા રહેલા હોવાનું સ્પષ્ટ દેખાય છે.

પાકિસ્તાને ૨ વર્ષ પહેલાં ટ્રેનિંગની વાત સ્વીકારી હતી

ઈઝરાયેલ ઉપર હમાસના હુમલા પાછળ ચીની મનસુબાનો બીજો પુરાવો પાકિસ્તાન પોતે પણ છે. ચીને આપેલા હથિયારોની તાલિમ પાકિસ્તાનમાં જ આપવામાં આવી હતી. જૂન ૨૦૨૧માં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અને સાંસદ રઝા ઝફર ઉલ હક દ્વારા જાહેરમાં સ્વીકારવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા હમાસ લડાકુઓને તાલિમ આપવામાં આવી રહી છે. હમાસ માટે ઘણા સમયથી પાકિસ્તાન ટ્રેનિંગ પ્લેટફોર્મ બનેલું હતું. ચીનની લે યેંગ કંપનીના સ્ટિલની મદદથી મોર્ટાર અને રોકેટના શિલ્ડ બનાવાયા છે. મોસાદ પાસે રહેલા હથિયારોમાંથી ૧૮ જેટલા હથીયારો ચીની કપંનીના સ્ટિલ અને લોખંડમાંથી બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત એવા પણ પુરાવા છે જેમાં અબુ જિહાદ નામના આતંકી દ્વારા રઝાને કહેવામાં આવ્યું હતું કે, ઈઝરાયેલ ઉપર જ્યારે પણ હમાસનો હુમલો થાય છે ત્યારે તેમાં મોટાભાગના લડાકુઓ એવા હોય છે જેમને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હોય. તેણે એવો પણ દાવો કર્યો છે કે, માત્ર ચીન જ નહીં પણ રશિયાની ભૂમિકા પણ આ દિશામાં શંકાસ્પદ છે. તેના પણ પુરાવા મળી શકે તેમ છે.

- ઓટોમન સામ્રાજ્યના વિઘટનથી જ શરૂ થયો વિવાદ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગના ઈતિહાસને તપાસવા બેસીએ તો તે બહુ જ જૂનો છે. ઈઝરાયેલની આઝાદી સાથે આ વિવાદ જોડાયેલો છે. પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલ્યા કરે છે. પેલેસ્ટાઈન હકિકતે ઓટોમન સામ્રાજ્ય હેઠળ આવતું હતું. ૧૯૪૮માં લઘુમતીમાં રહેલા યહુદીઓ દ્વારા બળવો કરીને ઈઝરાયેલને સ્વતંત્ર કરવામાં આવ્યું. તે વખતે ઓટોમન સામ્રાજ્યના ટૂકડા થયા અને તેની સાથે પેલેસ્ટાઈન, વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને પૂર્વ જેરુસલેમનો સમાવેશ થતો હતો. ૧૯૬૭માં ઈઝરાયેલે પૂર્વ જેરુસલેમ ઉપર કબજો કરી લીધો. તેની સાથે સાથે સીરિયા, ગોલાન હાઈટ્સ અને મિસરનો સિનાઈ દ્વિપ પણ પોતાના કબજામાં લઈ લીધો. તે સમયથી સીમા અને સત્તાનો વિવાદ શરૂ થયો.

- પહેલાં વિશ્વયુદ્ધ પછી શરૂઆત થઈ, બીજા વિશ્વયુદ્ધ બાદ ઈઝરાયેલ બન્યું

૧૯૧૭માં જ બ્રિટન દ્વારા પેલેસ્ટાઈનમાં રહેતા યહુદીઓ માટે અલગ દેશ અને પ્રદેશની માગણીને સમર્તન આપવામાં આવ્યું હતું. ત્યારપછીના વર્ષે જ ૧૯૧૮માં પહેલાં વિશ્વયુદ્ધમાં ઓટોમન સામ્રાજ્યનો પરાજય થયો અને પેલેસ્ટાઈન ઉપર બ્રિટનનો કબજો આવી ગયો. અહીંયા અરબીઓ અને યહુદીઓ રહેતા હતા જેમાં યહુદીઓને બહારથી આવેલા લોકો કહેવામાં આવતા હતા. તે સમયે યહુદીઓ લઘુમતીમાં હતા પણ ૧૯૩૫ સુધીમાં અહીંયા ૧.૩૫ લાખ યહુદીઓ આચવીને વસવા લાગ્યા. તેના કારણે અહીંયાની વસતીના ગણિતમાં મોટો ફેરફાર આવી ગયો. ત્યારબાદ અરબીઓનું પલાયન શરૂ થયું અને બીજી તરફ યહુદીઓ દ્વારા પોતાના માટે દેશની માગણી પ્રબળ બનાવવામાં આવી. ૧૯૪૮માં બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટન નબળું પડયા પછી અન્ય દેશોની જેમ ઈઝરાયેલ પણ સ્વતંત્ર દેશ બન્યો જેમાં યહુદીઓ બહુમતીમાં હતા. આ રીતે પહેલાં વિશ્વ યુદ્ધ બાદ સળવળી રહેલું ઈઝરાયેલ બીજા વિશ્વયુદ્ધ બાદ અસ્તિત્વમાં આવ્યું.

- પેલેસ્ટાઈન તૂટવાના વિવાદથી જન્મ થયો ગાઝાપટ્ટીનો

ગાઝાપટ્ટી ભૂમધ્ય સાગર, ઈઝરાયેલ અને મિસરથી ઘેરાયેલો પ્રદેશ છે. ૩૬૫ વર્ગ કિલોમીટરનો આ પ્રદેશ વિવાદનું મૂળ છે. અહીંયા ૨૦ લાખથી વધારે લોકોની વસતી રહે છે. અહીંયા હમાસ દ્વારા કબજો કરવામાં આવેલો છે. ઈઝરાયેલ દ્વારા હમાસના કબજા બાદ ગાઝા પટ્ટી ઉપર પ્રતિબંધો મુકાયા છે. હવા, પાણી અને જમીન માર્ગે ગાઝા પટ્ટીમાંથી અવરજવર માટે ઈઝરાયેલની પરવાનગી લેવી પડે છે. તેના કારણે જ ગાઝાપટ્ટીના હમાસ લડાકુઓ દ્વારા વારંવાર ઈઝરાયેલ ઉપર હુમલા કરાય છે અને ઈઝરાયેલ દ્વારા ત્યારબાદ સૈન્ય ઓપરેશન કરવામાં આવે છે. ૨૦૦૬થી હમાસ દ્વારા ગાઝાપટ્ટી ઉપર કન્ટ્રોલ મેળવી લેવાયેલો છે. ૨૦૦૭માં હમાસે કરેલા હુમલા બાદ ૧૬ વર્ષથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. 

ઈઝરાયેલને દબાવવા ચીને હમાસને હાથો બનાવ્યો 3 - image

- ૧૯૮૭માં હમાસ સંગઠન અસ્તિત્વમાં આવ્યું

૧૯૩૫માં યુહુદીઓ દ્વારા અલગ દેશની માગણી કરવામાં આવી રહી હતી તે સમયે અરબીઓ દ્વારા તેનો વિરોધ કરાતો હતો. સમયાંતરે બ્રિટન દ્વારા પીલ કમિશનની ભલામણને અંતે પેલેસ્ટાઈનનું વિભાજન કરીને ઈઝરાયેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. તે વખતે અરબી સંગઠન દ્વારા ૬ મહિનાની હડતાળ પાડવામાં આવી હતી. તેમણે તે સમયે યહુદીઓને દબાવવાનો પ્રયાસ કર્યો હતો પણ યહુદીઓએ અરબીઓને દબાવ્યા હતા. ત્યારબાદ ઉકળી રહેલો ચરુ ૧૯૮૭માં હમાસ સંગઠન તરીકે બહાર આવ્યો. તેનો અર્થ થાય છે જુસ્સાવાળા અને મજબૂત. હમાસનું આખું નામ હરકત અલ મુકાવામા અલ ઈસ્લામિયા છે. ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાં ઈસ્લામી રાષ્ટ્રની સ્થાપના કરવા આ સંગઠનની સ્થાપના થઈ હતી. ૨૦૦૭માં ફતહ સંગઠન પાસેથી હમાસે ગાઝા પટ્ટીનો કાબુ લઈ લીધો હતો. ત્યારથી તેમણે ઈઝરાયેલ અને યહુદીઓ સામે પણ જંગની શરૂઆત કરી દીધી હતી. હમાસની રચના શેખ અહમદ યાસીન નામના પેલેસ્ટાઈનના મૌલાનાએ કરી હતી. હાલમાં ઈસ્માઈલ હાનિયેહ હમાસનો વડો છે અને બીજી તરફ મોહમ્મદ દાયફ હમાસની આર્મીનો વડો છે. તેઓ ૨૦૦૨થી આ સંભાળી રહ્યા છે. જાણકારોના મતે ઈરાન, કતાર અને અન્ય કેટલાક ઈસ્લામી દેશો દ્વારા હમાસને ફંડિગ કરાયા છે. આ ઉપરાંત ચીન, પાકિસ્તાન અને રશિયા દ્વારા આ સંગઠનને ભંડોળ અને હથિયારોનો સપ્લાય કરવામાં આવતો હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે.

ઈઝરાયેલને દબાવવા ચીને હમાસને હાથો બનાવ્યો 4 - image

- ગાઝાની મૂળ સમસ્યાઓ અને પડકારો

ગાઝા અને ગાઝા સ્ટ્રીપનો છેલ્લાં ૧૬ વર્ષથી ઈઝરાયેલ સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. હમાસ દ્વારા આ સ્થળોને આઝાદ કરવા મથામણ થઈ રહી છે ત્યારે આ સ્થળની સમસ્યાઓ અને પડકારો ઉપર એક નજર કરીએ...

હમાસની સત્તા

હમાર દ્વારા ૨૦૦૬માં ચૂંટણીમાં વિજય મેળવવામાં આવ્યો અને તેના કારણે પ્રતિસ્પર્ધિ ફતહ સાથે સંઘર્ષ વધ્યો. પશ્ચિમી સમર્થિત પેલેસ્ટાઈનમાં તેનું વર્ચસ્વ છે જે વિવાદ સર્જે છે

ગરીબી

ગાઝા સ્ટ્રીપમાં હવે ઉદ્યોગો જેવું ખાસ રહ્યું જ નથી કારણ કે ઈઝરાયેલ દ્વારા વિવિદને પગલે નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. અહીંયાની ૪૦ ટકા વસતી ગરીબી રેખાની નીચે રહે છે

એકતાનો અભાવ

હમાસ દ્વારા એપ્રિલ ૨૦૧૪માં પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ જાહેર કરવા એક સંધી જાહેર કરવામાં આવી હતી જેના ઉપર હસ્તાક્ષરો તો થયા પણ તેનું અમલીકરણ યોગ્ય રીતે થયું જ નહીં

વસતીમાં અધધ વધારો

૩૬૨ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલી ગાઝા સ્ટ્રીપમાં ૧૮ લાખ પેલેસ્ટાઈનિઓ રહે છે જે ખૂબ જ ગીચ પરિસ્થિતિ બની ગઈ છે

ઈઝરાયેલના પ્રતિબંધો

હમાસ આતંકવાદીઓ દ્વારા ૨૦૦૬માં ઈઝરાયેલના સૈનિકનું અપહરણ કરવામાં આવ્યું ત્યારથી ઈઝરાયેલ દ્વારા હમાસ, ગાઝા અને ગાઝાપટ્ટી ઉપર પ્રતિબંધો મુકી દેવાયા છે

ઈઝરાયેલને દબાવવા ચીને હમાસને હાથો બનાવ્યો 5 - image

- મોતનું તાંડવ

- ૫રસ્પર હુમલા કરાયા

૨૦૦૦

અત્યાર સુધીનાં મોત

૨૬૦૦

ઈજાગ્રસ્ત

 ૧૦,૦૦૦થી વધુ

વિદેશીઓનાં મોત

 ૧૦૦થી વધુ

સ્થળાંતર

૩.૫૦લાખ

મકાનો નષ્ટ થયા

૨૦૦૦

મકાનોને નુકસાન

૧૪૦૦૦

 ટાવરો, બિલ્ડિંગ

૨૦૦૦

હોસ્પિટલ અને હેલ્થ સર્વિસ

મીડિયા ઓફિસ

૨૦

સરકારી મકાનો

૫૦

શાળા-કોલેજો

૬૦

ખેતરો અને ખેત ઉત્પાદન કેન્દ્રો - ૪૦૦

મસ્જિદો

૨૮

ચર્ચ

૦૧

ફેક્ટરીઓ

૪૩

વાહનો-ગાડીઓ

૪૩૩

દુકાનો અને અન્ય બજારો

૫૦૦



Google NewsGoogle News